________________ દર્દી પ્રમાણે દવા શરીરથી બળવાન મનુષ્ય જ્યારે માંદો પડે છે ત્યારે ડોક્ટર તેને heavy dose આપે છે. થોડી પીડા થાય એવી પણ તેની ચિકિત્સા કરે છે. આનું કારણ એ છે કે રોગી સશક્ત છે, સહન કરી શકે તેમ છે. તેથી ભારે ઉપચાર પણ તેની ઉપર કરી શકાય છે. શરીરથી ઢીલો મનુષ્ય જ્યારે માંદો પડે છે ત્યારે ડોક્ટર તેને mild dose આપે છે. તેને પીડા ન થાય તેવી રીતે તેની ચિકિત્સા કરે છે. આનું કારણ એ છે કે રોગી અશક્ત છે, તેનું શરીર ભારે ઉપચારોને સહન કરી શકે તેમ નથી. તેથી તેના ઉપચાર તેવી રીતે કરવા પડે કે તેને પીડા ન થાય અને તેનો રોગ પણ દૂર થઈ જાય. ઉપનય : આલોચના કરનાર જો શારીરિક - માનસિક રીતે સશક્ત હોય તો તેને પ્રાયશ્ચિત્તમાં કઠોર તપ પણ અપાય, તેને ભારે પ્રાયશ્ચિત્ત પણ અપાય. આનું કારણ એ છે કે તે ભારે કે કઠોર પ્રાયશ્ચિત્તને વહન કરવા સમર્થ છે. જો આલોચના કરનાર શારીરિક-માનસિક રીતે ઢીલો હોય તો તેને પ્રાયશ્ચિત્તમાં અલ્પ તપ અપાય, તેને હલકુ પ્રાયશ્ચિત્ત અપાય. આનું કારણ એ છે કે તે ભારે પ્રાયશ્ચિત્ત વહન કરવા સમર્થ નથી. ડોક્ટરનો આશય દર્દીને નીરોગી કરવાનો હોય છે. તે બધા દર્દીઓને એકસરખી દવા આપતો નથી. સરખા રોગમાં પણ તે દર્દીની ક્ષમતા પ્રમાણે તેને દવા આપે છે. તે દર્દીઓમાં કોઈ ભેદભાવ કે પક્ષપાત કરતો નથી. દર્દીની ક્ષમતા મુજબ તેને દવા આપીને તે તેને નીરોગી કરે છે. જો ડોક્ટર સશક્ત દર્દીને mild dose આપે તો તેની તેને અસર જ ન થાય. તેથી તેનો રોગ દૂર ન થાય. જો ડોક્ટર અશક્ત દર્દીને heavy dose આપે તો તે તેને જીરવી ન શકે. તેથી તેને reaction આવે અને તેનો રોગ વધી જાય. માટે ડોક્ટર દર્દીની અવસ્થા વિચારીને તે મુજબ તેને દવા આપે, બધાને એકસરખી કે વિપરીત દવા ન આપે. 8... દર્દી પ્રમાણે દવા