________________ મેલ પ્રમાણે પાણી કોઈ કપડું થોડું જ મેલું હોય તો તે ઘરમાં જ પાણીના એક જ ઘડાથી ચોખ્ખું થઈ જાય છે. વધુ મેલું કપડું પાણીના બે ઘડાથી ચોખું થાય છે. તેનાથી પણ વધુ મેલું કપડું પાણીના ત્રણ ઘડાથી ચોખ્ખું થાય છે. તેનાથી પણ વધુ મેલું કપડું પાણીના ચાર ઘડાથી ચોખ્ખું થાય છે. તેનાથી પણ વધુ મેલું કપડું પાણીના પાંચ ઘડાથી ચોખ્ખું થાય છે. તેનાથી પણ વધુ મેલું કપડું પાણીના છ ઘડાથી ચોખ્ખું થાય છે. જે કપડામાં મેલ એકદમ જામ થઈ ગયો હોય તેને ચોખ્ખું કરવા ઘરમાંથી નીકળીને તળાવ, નદી વગેરેના કિનારે જઈને તેને સાબુ લગાવવો પડે, તેને ખૂબ ઘસવું પડે, ધોકા મારવા પડે, પથ્થર પર તેને પછાડવું પડે. આમ કરવાથી તે કપડું ચોખ્ખું થાય છે. આમ મેલા કપડા અનેક પ્રકારનાં હોય છે. કપડામાં જેવો મેલ હોય તેને ચોખ્ખું કરવા તેવા ઉપાયો અજમાવવા પડે. કપડું ઓછું મેલું હોય તો તેને ચોખ્ખું કરવા ઓછા પાણી અને ઓછી મહેનત જોઈએ. જેમ જેમ મેલ વધે તેમ તેમ તેને ચોખ્ખું કરવા વધુ પાણી અને વધુ મહેનત જોઈએ. કપડા ધોનારનો તો એક જ આશય હોય છે - કપડું શુદ્ધ કરવાનો. જેટલા પાણી અને જેટલી મહેનતથી કપડું શુદ્ધ થાય તેટલા પાણી અને તેટલી મહેનતનો તે ઉપયોગ કરે છે. તેને કપડાઓ ઉપર કોઈ પક્ષપાત નથી. ઉપનય - કપડું = સાધુ (આલોચના કરનાર) મેલ = દોષ પાણી, મહેનત = પ્રાયશ્ચિત્ત ચોખ્ખાઈ = શુદ્ધિ કોઈ સાધુએ અલ્પ દોષ સેવ્યો હોય તો તેની શુદ્ધિ અલ્પ તપથી થાય. કોઈ સાધુએ વધુ દોષ સેવ્યો હોય તો તેની શુદ્ધિ વધુ તપથી થાય. તેના કરતા વધુ દોષ સેવ્યો હોય તો છેદ પ્રાયશ્ચિત્તથી તેની શુદ્ધિ થાય. ...12... મેલ પ્રમાણે પાણી