________________ ગુરુનો આશય શિષ્યને વિશુદ્ધ કરવાનો હોય છે. તેઓ બધા શિષ્યોને એકસરખું પ્રાયશ્ચિત્ત આપતા નથી. સરખા દોષમાં પણ તેઓ શિષ્યોની ક્ષમતા પ્રમાણે તેમને પ્રાયશ્ચિત્ત આપે છે. તેમાં તેમને શિષ્યો પ્રત્યે કોઈ ભેદભાવ કે પક્ષપાત નથી હોતો. શિષ્યોની યોગ્યતા પ્રમાણે તેમને પ્રાયશ્ચિત્ત આપીને તેઓ તેમને વિશુદ્ધ કરે છે. - જો ગુરુ સશક્ત શિષ્યોને મંદ પ્રાયશ્ચિત્ત આપે તો તેનાથી તેમને અસર જ ન થવાથી તેમની વિશુદ્ધિ જ ન થાય. જો ગુરુ અશક્ત શિષ્યોને ભારે પ્રાયશ્ચિત્ત આપે તો તેઓ તે વહન ન કરી શકવાથી તેમના ભાવ તૂટી જાય અને વધુ દોષો સેવવા લાગે. તેથી વિશુદ્ધ થવાની બદલે તેઓ વધુ મલિન થાય. માટે શિષ્યની યોગ્યતા વિચારીને ગુરુ તેને તે મુજબ પ્રાયશ્ચિત્ત આપે, બધાને એકસરખું કે વિપરીત પ્રાયશ્ચિત્ત ન આપે. - આ હકીકતને બરાબર સમજીને ગુરુ જ્યારે ભિન્ન ભિન્ન પ્રાયશ્ચિત્ત આપે ત્યારે ગુરુને પક્ષપાતી ન માનવા, તેમના પ્રત્યે અસદ્ભાવ ન કરવો, પણ વિશુદ્ધિ કરાવનારા હોવાથી તેમને ઉપકારી માનવા. લાચારી, દોષ, વિરાધભાવ ખાવું એ લાચારી છે, વધુ ખાવું તે દોષ છે, વારંવાર વધુ ખાવું તે વિરાધભાવ છે. સૂવું એ લાચારી છે, વધુ સૂવું તે દોષ છે, વારંવાર વધુ સૂવું તે વિરાધકભાવ છે. બોલવું એ લાચારી છે, વધુ બોલવું તે દોષ છે, વારંવાર વધુ બોલવું તે વિરાધકભાવ છે. એમ બધે સમજવું. લાચારી, દોષ, વિરાધકભાવ