________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૫] એક પણ મોક્ષના સાધનભૂત પદ-વચનની જે વારંવાર ભાવના કરાય તે જ જ્ઞાન ઉત્કૃષ્ટ છે. એથી આગમ અને શ્રુતયુક્તિથી મનનું વારંવાર મરણરૂપ નિદિધ્યાસન બતાવ્યું, કારણ કે તેથી તત્ત્વજ્ઞાન ઉપજે છે. સામાયિક પદ માત્રની ભાવનાથી અનન્ત સિદ્ધ થયેલા શાસ્ત્રમાં સાંભળીએ છીએ. ઘણું ભણવાને આગ્રહ નથી. ભાવનાજ્ઞાન થોડું હોય તો પણ ઘણું છે અને તે વિના ઘણું જ્ઞાન તે શુકપાઠ( પિોપટિયા જ્ઞાન )રૂપ છે.
स्वभावलाभसंस्कार-कारणं ज्ञानमिष्यते । ध्यान्ध्यमात्रमतस्त्वन्यत्, तथा चोक्तं महात्मना ।। ३ ।। वादांश्च प्रतिवादांश्च, वदन्तोऽनिश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद् गतौ ॥ ४ ॥
જેનાથી રાગદ્વેષાદિક વિભાવ દૂર થાય અને સ્વભાવ રમણતા યા સ્થિરતારૂ૫ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય એવું આત્મતત્ત્વનું જ્ઞાન જ ઈષ્ટ છે, બાકીનું બધું ફેકટ છે, તેમજ અન્ય શાસ્ત્રકાર મહાત્માએ પણ કહ્યું છે કે-નકામાં અનિશ્ચિત વાદવિવાદ કરનારાઓ ઘાંચીના બળદની જેમ ફેગટ ભમ્યા જ કરે છે પરંતુ તેઓ તત્વને અંત-પાર પામી શકતા નથી. ૩-૪.
આત્મસ્વભાવની પ્રાપ્તિના સંસ્કાર-વાસનાનું કારણભૂત જ્ઞાન ઈચ્છીએ છીએ, એટલે થોડાંઘણાં વિતરાગ વચનથી વિચારણા થતાં વીતરાગનું મરણ થવાથી આત્મામાં તદરૂપતાનું કારણભૂત જ્ઞાન ઈચ્છવા ગ્ય છે. એ સિવાય બીજું જે અધિક ભણવું તે બુદ્ધિનું અધપણું છે. તે જ પ્રમાણે મહા