________________
[ ૨૪]
શ્રી કરવિજયજી છે. જે જ્ઞાનરૂપ દર્પણને વિષે સ્થાપન કરેલા સમસ્ત જ્ઞાનાદિ પાંચ આચારવડે સુન્દર બુદ્ધિવાળો છે તે મેગી અનુપયેગી-કામમાં ન આવે એવા પદ્રવ્યને વિષે ક્યાંથી મૂઝાય? મોહ કેમ પામે? | (જ્ઞાનરૂપ દર્પણમાં પ્રતિબિમ્બિત કરેલા સર્વ જ્ઞાનાચારાદિવડે સંસ્કારિત બુદ્ધિવાળા અને તેમાં જ સહજ સુખને અનુભવતા ચેગી નહિ ભેગવવા યોગ્ય પદ્રવ્યમાં મોહ પામતા નથી).
५ ज्ञानाष्टकम्
मजत्यज्ञः किलाज्ञाने, विष्टायामिव शूकरः । ज्ञानी निमजति ज्ञाने, मराल इव मानसे ॥ १ ॥
જેમ ભુંડ(ડુક્કર ) વિષ્ટામાં મગ્ન રહે છે તેમ અજ્ઞાની જીવ અજ્ઞાનમાં જ મગ્ન રહે છે, અને રાજહંસ જેમ માનસરોવરમાં રક્ત રહે છે તેમ જ્ઞાની-વિવેકી જીવ જ્ઞાન–અમૃતમાં જ નિમગ્ન રહે છે. ૧.
જેમ ડુક્કર વિષ્ટામાં મગ્ન થાય છે તેમ અજ્ઞાની ખરેખર અજ્ઞાનમાં મગ્ન થાય છે. અને જેમ હંસ માનસરોવરમાં નિમગ્ન થાય છે તેમ જ્ઞાની પુરુષ જ્ઞાનમાં નિમગ્ન થાય છે.
निर्वाणपदमप्येकं, भाव्यते यन्मुहुर्मुहुः।
तदेव ज्ञानमुत्कृष्टं, निर्बन्धो नास्ति भूयसा ॥२॥ . રાગ, દ્વેષ અને મોહનિવારક એક પણ પદની રટના ર્યા કરવી તે શ્રેષ્ઠ છે. આ પવિત્ર શાસનમાં અતિ–ઘણાને આગ્રહ નથી. ૨.