________________
[૨૨]
શ્રી કપૂરવિજયજી विकल्पचषकैरात्मा, पीतमोहासवोऽह्ययम् ।
भवोच्चतालमुत्ताल-प्रपञ्चमधितिष्ठति ॥ ५॥ મલિન સંકલ્પવિકપરૂપ મદિરાના પાત્રવડે મેહમદિરાનું યથેચ્છ પાન કરી મત્ત બનેલા છે વિવિધ પ્રકારની કુચેષ્ટાઓ કરીને ચાર ગતિમાં ભટક્યા કરે છે. અને નકામા મલિન સંકલ્પવિકલ્પ તજી, રાગ-દ્વેષ દૂર કરી, મેહવશ નહીં થતાં જેઓ સવિવેકબે સુસંયમિત રહે છે તેઓ પવિત્ર ચારિત્રવડે અન્ય જનોને પણ અનુકરણ કરવા ગ્ય બની અંતે અક્ષય ને અવિનાશી એક્ષપદને પામે છે. પ.
વિકપરૂપ મધ પીવાના પાત્રવડે જેણે મોહરૂપ મદિરાનું પાન કરેલું છે એ આ આતમાં જ્યાં ઊંચા હાથે કરીને તાળીઓ પાડવાની ચેષ્ટા કરવામાં આવે છે એવા સંસારરૂપ પાનગોષ્ઠી-દારુના પીઠાનો આશ્રય કરે છે.
निर्मलं स्फटिकस्येव, सहज रूपमात्मनः । अध्यस्तोपाधिसंबन्धो, जडस्तत्र विमुह्यति ॥ ६ ॥ આત્માનું અસલ સ્વરૂપ ફિટિક રત્ન જેવું જ નિર્મળ છે. તેની નીચે લાગેલ કર્મ સંબંધથી જડ જીવ તેમાં મૂંઝાઈ જાય છે. જેમાં નીચે રાખેલા વિવિધ ફૂલના સંબંધથી ઉજજવળ એવું સ્ફટિક રત્ન પણ વિવિધ વર્ણવાળું દીસે છે, તેમ પુજ્યપાપરૂપ કર્મ રાગદ્વેષરૂપ વિચિત્ર પરિણામને પામતા દેખાય છે. ૬. - આત્માનું સહજ-સ્વભાવસિદ્ધસ્વરૂપ સફટિકના જેવું નિર્મલ છે, તેમાં સ્થાપે છે ઉપાધિનો સંબન્ધ જેણે એ જડ-મૂર્ખ