________________
[૨૦]
શ્રી કપૂરવિજયજી શુદ્ધ આત્મદ્રવ્ય એ જ “હું અને શુદ્ધ જ્ઞાન ગુણ એ જ મારું”; તે સિવાય બીજું કશું “હું” કે “મારું” નથી જ. એવા પ્રકારની દઢ શ્રદ્ધા-માન્યતા એ જ મેહનું નિકંદન કરવા માટે અતિ ઉગ્ર–તીક્ષણ શસ્ત્ર છે. ૨.
શુદ્ધ-નિજસત્તારૂપે રહેલ આત્મદ્રવ્ય જ હું છું, વિભાવે કરીને અશુદ્ધ હું નથી. એ સંબધે કહ્યું છે કે" मग्गणगुणठाणेहिं चउदस य हवंति तह य असुद्धणया ॥ विण्णेया संसारी सव्वे सुद्धा उ सुद्धणया ॥"
અશુદ્ધ નયની દષ્ટિથી માગણાસ્થાનક અને ગુણસ્થાનકની અપેક્ષાએ ચૌદ પ્રકારના સંસારી જીવે છે અને શુદ્ધનયની અપેક્ષાથી બધા જીવ શુદ્ધ છે.”
શુદ્ધ જ્ઞાન–કેવળજ્ઞાન જ મારો ગુણ છે, તેથી હું બીજે નથી, તેમ બીજા ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યે મારા નથી. એ ધ્યાવું તે મોહને હણવાનું આકરું શસ્ત્ર છે.
यो न मुह्यति लग्नेषु, भावेष्वौदयिकादिषु । आकाशमिव पङ्केन, नासौ पापेन लिप्यते ॥३॥
દયિકાદિક શુભાશુભ ભાવ આવી લાગે છતે જે તેમાં મૂંઝાતા નથી–હર્ષ શેક કરતા નથી તેઓ આકાશની પેઠે પાપ–પંક( મેલ )થી લેપાતા નથી. ગમે તેવી સમવિષમ સ્થિતિમાં મનનું સમતોલપણું સાચવી સમભાવે રહેનાર પાપમળથી ખરડાતા નથી. ૩.
જે લાગેલા ઔદયિકાદિ ભાવમાં મૂંઝાતો નથી, એટલે