________________
[ ૧૮ ]
શ્રી કરવિજ્યજી उदीरयिष्यसि स्वान्ता-दस्थैर्य पवनं यदि । समाधेर्धर्ममेघस्य, घटां विघटयिष्यसि ॥ ७॥
જે અસ્થિરતારૂપી પવનને તું મનથી ઉદીરીશ તો સમાધિ(સ્વસ્થતા)રૂપી ધર્મમેઘની ઘટા વિખેરાઈ જશે. ગમે એટલી વધેલી ધર્મ–મેઘની ઘટા ક્ષણવારમાં અસ્થિરતારૂપી પવનને ઝપાટે લાગવાથી વિખેરાઈ જશે, તેથી સાવધાનતાપૂર્વક જે સ્થિરતા યુગનું સેવન કરી શકાય તે જ ચિત્તની સ્વસ્થતારૂપી સમાધિ સાચવી શકાશે. ૭.
જે અન્ત:કરણથી અસ્થિરતારૂપે પવન ઉત્પન્ન કરીશ તો ધર્મમેઘસમાધિની શ્રેણિને વિખેરી નાંખીશ.
પાતંજલગશાસ્ત્રમાં ધમેઘસમાધિને અસંપ્રજ્ઞાત સમાધિ કહી છે. તેની ઘટાનો નાશ કરીશ એટલે આવતા કેવળજ્ઞાનને વિખેરી નાંખીશ.
चारित्रं स्थिरतारूप-मतः सिद्धेष्वपीष्यते । यतन्तां यतयोऽवश्य-मस्या एव प्रसिद्धये ॥ ८॥
સંપૂર્ણ સ્થિરતાપ ચારિત્ર તો સિદ્ધપરમાત્માઓમાં પણ ઈષ્ટ છે. એવી સ્થિરતાને પ્રગટ કરવા નિમિત્તે મહાનુભાવ મુનિજનેએ અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. ૮.
ગની સ્થિરતારૂપ ચારિત્ર છે, એ હેતુથી સિદ્ધને વિષે પણ તે કહ્યું છે, માટે હે યતિઓ ! આ જ સ્થિરતાની પ્રકૃ9– પરિપૂર્ણ સિદ્ધિ માટે અવશ્ય પ્રયત્ન કરે.