________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૭ ]
स्थिरता वाङ्मनःकायै— येषामङ्गाङ्गितां गता । योगिनः समशीलास्ते, ग्रामेऽरण्ये दिवा निशि ॥ ५ ॥
જેમનાં મન, વચન ને કાયામાં કે વિચાર, વાણી ને આચારમાં સત્ર સ્થિરતા વ્યાપી ગઇ છે એવા યેાગીપુરુષા દિનરાત ગામ કે અટવી મધ્યે શાન્તરસમાં ઝીલે ( સ્નાન કરે ) છે. ૫.
જેએને સ્થિરતા વાણી, મન અને કાયાવડે અગાંગીપણાને–ચન્દ્રનગન્ધની પેઠે એકીભાવને-તન્મયપણાને પ્રાપ્ત થયેલી છે તે ચેાગીએ ગ્રામમાં, નગરમાં અને અરણ્યમાં દિવસે તેમજ
રાત્રિએ સમસ્વભાવવાળા જ હાય છે.
स्थैर्यरत्नप्रदीपचेद्, दीप्रः संकल्पदीपजैः । तद्विकल्पैरलं धूमैरलं धूमैस्तथाऽऽस्रवैः ॥ ६ ॥
સ્થિરતારૂપી રત્નને! દીવે ઝળઝળાટ કરતા ઘટમાં પ્રગટ થયા તે પછી સંકલ્પવિકલ્પજનિત ધૂમ્રરૂપ મિલન કઆશ્રવાનુ જોર કયાંથી ચાલે ? અર્થાત્ ન જ ચાલે. ૬.
જો સ્થિરતારૂપ રત્નને દીવે। સદા દીપ્યમાન છે તા સંકલ્પરૂપ દીપથી ઉત્પન્ન થએલા વિકલ્પરૂપ ધૂમ્રનું શું કામ છે ? અર્થાત્ તેનુ ં કંઇ પણ પ્રયેાજન નથી. તથા અત્યન્ત ધૂમ્રમલિન એવા પ્રાણાતિપાતાર્દિક આસ્રવાનુ પણ શુ કામ છે ?
સંકલ્પરૂપ દીવે। ક્ષણવાર પ્રકાશ કરે છે અને ( વિકલ્પ– રૂપ ) અતિશય ધૂમ્રવડે ચિત્તગૃહને મલિન કરે છે, તે માટે સદા પ્રકાશી નિષ્કલંક સ્થિરતારૂપ દીપ જ આદર કરવા ચેાગ્ય છે.
૨