________________
વિજયા રાજધાની
૨૯
સર્વમણિની ૧ મણિપીઠિકા છે. તે ૧ યોજન લાંબી-પહોળી અને ૧, યોજન ઊંચી છે. તેની ઉપર ૧ સિંહાસન છે. ત્યાં વિજયદેવનો અભિષેક થાય છે. અભિષેકસભાના ઈશાનખૂણામાં ૧ અલંકારસભા છે. તેમાં પણ પૂર્વે કહ્યા પ્રમાણે પ્રમાણવાળી ૧ પીઠિકા છે. તેની ઉપર ૧ સિંહાસન છે. ત્યાં વિજયદેવ અલંકૃત કરાય છે. અલંકારસભાના ઈશાનખૂણામાં ૧ વ્યવસાયસભા છે. તેમાં પણ પૂર્વે કહ્યા પ્રમાણે પ્રમાણવાળી ૧ મણિપીઠિકા છે. તેની ઉપર ૧ સિંહાસન છે. ત્યાં વિજયદેવસંબંધી મર્યાદાનું પ્રતિપાદન કરનાર સોના-રૂપાનું ૧ પુસ્તક છે. વ્યવસાયસભાના ઈશાનખૂણામાં સર્વરત્નની ૧ બલિપીઠ છે. તે ૨ યોજન લાંબી-પહોળી અને ૧ યોજન ઊંચી છે. તેના ઈશાનખૂણામાં ૧ નંદાપુષ્કરિણી છે. તેનું પ્રમાણ પૂર્વે કહેલા સરોવર જેટલુ છે.
વૈજયન્ત દ્વારથી દક્ષિણ દિશામાં અસંખ્ય દ્વીપ-સમુદ્ર પછી અન્ય જંબૂદ્વીપમાં ૧૨,000 યોજન અવગાહીને વૈજયન્ત દેવની વૈજયન્તા રાજધાની છે.
જયન્ત દ્વારથી પશ્ચિમ દિશામાં અસંખ્ય દ્વીપ-સમુદ્ર પછી અન્ય જંબૂદ્વીપમાં ૧૨,000 યોજન અવગાહીને જયન્ત દેવની જયન્તા રાજધાની છે.
અપરાજિત દ્વારથી ઉત્તર દિશામાં અસંખ્ય દ્વીપ-સમુદ્ર પછી અન્ય જંબૂદ્વીપમાં ૧૨,000 યોજન અવગાહીને અપરાજિત દેવની અપરાજિતા રાજધાની છે.
આ ત્રણે રાજધાનીઓ વિજયા રાજધાનીની સમાન છે.
મનુષ્યક્ષેત્રમાં રહેલા બધા અધિપતિ દેવ-દેવીની રાજધાની તે તે દિશામાં અસંખ્ય દ્વીપ-સમુદ્ર પછીના તે તે દ્વીપ-સમુદ્રમાં છે. જંબૂદ્વીપની જગતીના ચારે ધારોનું પરસ્પર અંતર :
૧ દ્વારની કુલ પહોળાઈ = યોજન+૨ ગાઉ = ૪૧, યોજન ૪ દ્વારોની કુલ પહોળાઈ = ૧૮ યોજના