________________
૨૮
વિજયા રાજધાની છે. તેમાં સોના-રૂપાના ફલક છે. તેમાં વજના નાગદંત છે. તેમાં વજના સિક્કા છે. તેમાં વજની ધૂપઘટિકાઓ છે. સુધર્મસભાની મધ્યમાં સર્વમણિની ૧ પીઠિકા છે. તે ર યોજન લાંબી-પહોળી અને ૧ યોજન ઊંચી છે. તેની ઉપર વજનો એક મોટો માણવક ચૈત્યસ્તંભ છે. તે ૭૧, યોજન ઊંચો, ૧, ગાઉ લાંબો-પહોળો છે. તે માણવક ચૈત્યસ્તંભની ઉપર-નીચે ૬-૬ ગાઉ છોડી વચ્ચેના ૪૧, યોજનમાં ઘણા સોના-રૂપાના ફલકો છે. તેમાં વજના નાગદંત છે. તેમાં વજના સિક્કા છે. તેમાં વજની ગોળ પેટીઓ છે. તેમાં તીર્થકરોના અસ્થિ રાખ્યા છે. તે વિજયદેવ અને બીજા વ્યંતર દેવ-દેવી માટે મંગળરૂપ હોવાથી પૂજય છે. માણવક ચૈત્યસ્તંભની પૂર્વમાં ૧ મણિપીઠિકા છે. તે ૧ યોજન લાંબી-પહોળી અને ૧, યોજન ઊંચી છે. તેની ઉપર ૧ મોટું સિંહાસન છે. માણવકસ્તંભની પશ્ચિમમાં પણ તે જ પ્રમાણવાળી ૧ મણિપીઠિકા છે. તેની ઉપર સુવર્ણ-મણિની ૧ દેવશય્યા છે. તેની ઉત્તરમાં ૧ ઈન્દ્રધ્વજ છે. તેની પશ્ચિમમાં ૧ પ્રહરણકોશ છે. તેમાં વિવિધ શસ્ત્રો છે. સુધર્માસભાના ઈશાનખૂણામાં ૧ સિદ્ધાયતન છે. તેની લંબાઈ-પહોળાઈ સુધર્માસભાની સમાન છે. તેમાં મધ્યમાં ૨૧ મણિપીઠિકા છે. તે બે યોજન લાંબી-પહોળી અને ૧ યોજન ઊંચી છે. તેની ઉપર સર્વરત્નનો ૧ દેવછંદો છે. તે ર યોજન લાંબો-પહોળો-ઊંચો છે. તેમાં ૧૦૮ જિનપ્રતિમા છે. તે સિદ્ધાયતનના ઈશાનખૂણામાં ૧ ઉપપાતસભા છે. તેનું પ્રમાણ સુધર્માસભાની સમાન છે. તેમાં ૧ મણિપીઠિકા છે. તે ૧ યોજન લાંબી-પહોળી અને ૧, યોજન ઊંચી છે. તેની ઉપર એક દેવશયા છે. તેમાં વિજયદેવનો ઉપપાત (જન્મ) થાય છે. ઉપપાતસભાના ઈશાન ખૂણામાં ૧ મોટું સરોવર છે. તેનું પ્રમાણ નંદાપુષ્કરિણીની તુલ્ય છે. તેની ચારે બાજુ ફરતી ૧ પદ્મવરવેદિકા અને ૧ વનખંડ છે. તે સરોવરના ઈશાનખૂણામાં ૧ મોટી અભિષેકસભા છે. તેમાં