________________
શ્રી શ્રીપાલ કથા દરેક વરસે ઉજજોનીના રાજા પ્રજાપાલની સેવા માટે ઉજેની જતો હતો. એક દિવસે મનહર વૌવન અવસ્થાને પામેલે તે રાજાનો પુત્ર અરિદમન પિતાના પિતાના બદલે ઉજજૈનીના રાજાની સેવા માટે ઉજેની ગયે.
તે મનહર રૂપવાળે અરિદમન રાજકુમાર જે પ્રજાપાલ રાજાને નમન કરવા જાય છે તે જ, રાજકુમારી સુરસુંદરીના જોવામાં તે આવ્યો. સુંદર રૂપવાળા રાજકુમાર અરિદમનને, ધારી ધારીને જોતી એવી સુરસુંદરીને પ્રજાપાલ રાજાએ જોઈ
તેથી રાજાએ તેણીને પૂછ્યું કેઃ “હે વત્સ! તને કયો પતિ પસંદ છે, તે તું કહે.”
- આ સાંભળી આનંદિત થએલી એવી તે સુરસુંદરી લાજ મર્યાદા મૂકીને, સભા વચ્ચે ધિકૃચ્છી બોલી કેઃ “હે પિતાજી ! આપની મહેરબાનીથી જે હું મારું તે પતિ મને મળે તેમ હોય તે, સર્વ કળાઓમાં કુશલ, યુવાન, સુંદર રૂપવાળે અને સંપૂર્ણ લાવણ્યવાળે એ આ અરિદમન કુમાર મને વર તરીકે પ્રાપ્ત થાઓ. અથવા આપ જે ઈચ્છે તે મારે કબુલ છે. કારણ કે, હે પિતાજી! આપ સેવકેના મનવાંછિત પૂરવામાં કલ્પવૃક્ષ સમાન પ્રત્યક્ષ દેખાઓ છે.
આ સાંભળીને તેણીની દષ્ટિની સ્થિરતાથી, તેણીનું મન અરિદમન તરફ જાણીને, ખુશી થએલા પ્રજાપાલ રાજાએ કહ્યું કે, “હે વત્સ! આ અરિદમન કુમાર ભલે તારે - વર થાઓ.” આ પ્રમાણે સાંભળીને સભાજને પણ કહેવા લાગ્યા કે –“હે રાજન્ ! ખરેખર, આ બંનેને સંગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org