________________
શ્રીપાલનો રાજ્યાભિષેક
૨૦૩ પતંગ તથા કરમજી રંગ સરખા કામ, સ્નેહ અને દષ્ટિરાગ રૂપ – ત્રણે પ્રકારના રાગને દૂર કરેલા છે, એવા હે મુનિશ્વર ! આપને અમારે નમસકાર થાઓ.”
જેઓએ મોહરૂપી મોટા મલ્લને વૈરાગ્યરૂપી મુગરથી તાડન કરીને જિતી લીધેલો છે, એવા હે મુનિશ્વર! આપને અમારે નમસ્કાર થાઓ.”
આવા આંતરિક શત્રુઓ, કે જેઓને દેવેંદ્રો પણ જીતી શકતા નથી, તેઓને પણ જેમણે લીલામાત્રમાં જીતી લીધા છે, એવા હે મુનિશ્વર! આપને અમારે નમસ્કાર થાઓ.” આવી રીતે અજિતસેન રાજર્ષિની સ્તુતિ કરી. વળી, “હે મુનિશ્વર ! પહેલાં પણ આપ મારા પૂજ્ય હતા, કારણ કે આપ મારા પિતાજીના ભાઈ થાઓ છે, અને હવે તો. આપ ત્રણે લેકમાં પૂજ્ય એવા મુનિશ્વર થયા છે.”
આવી રીતે શ્રીપાલરાજા તે અજિતસેન મુનિશ્વરને સ્તવને તથા નમીને, તેના સ્થાને તેના પુત્રને સ્થાપન કરે છે. પછી ઈંદ્રપુરીમાં જેવી રીતે ઈંદ્ર પ્રવેશ કરે છે, તેવી રીતે શ્રીપાલરાજાએ શણગારેલી ચંપાપુરીમાં ઉત્તમ મુહૂર્ત મહત્સવપૂર્વક પ્રવેશ કર્યો. ત્યારપછી આનંદિત થએલા મનવાળા એવા સર્વ રાજાઓએ એકઠા થઈને શ્રીપાલરાજાને તેના પિતાની ગાદી પર બેસાડીને ફરીને રાજ્યાભિષેક કર્યો. વળી, મુખ્ય પટરાણી તરીકે મયણાસુંદરીને અને બાકીની. આઠે સ્ત્રીઓને નાની પટરાણીઓ તરીકે અભિષેક કર્યો.
એક મતિસાગર મંત્રિ તથા ત્રણ ધવલશેઠના મિત્રો, એ ચારેની શ્રીપાલરાજાએ પિતાના મંત્રિઓ તરીકે સ્થાપના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org