________________
૨૧૮
શ્રી શ્રીપાલ કથા. સિદ્ધપદે અડ માણિક રાતડાં, વલી ઈગતિસ પ્રવાલ ઘુસણ વિલેપિત ગેલક તસ ઇવે, મૂરતિ રાગ વિશાલ તo પણ મણિ પિત છત્રીશ ગેમેકે, સૂરિપદે ઠવે ગેલ; નીલરયણ પચવીસ પાઠક પદે, હવે વિપુલ રંગરોલ. ત. રિઝરતન સગવીસ તે મુનિ પદે, પંચ રાજપટ અંક; સગસિદ્દિ ઈગવન્ન સત્તરી પંચાયતે, મુગતા શેષ નિઃશંકત તે તે વરણે રે ચીરાદિક ઇવે, નવપદ તણે રે ઉદ્દેશ બીજી પણ સામગ્રી મટકી, માંડે તેહ નરેશ. તo બીજોરાં ખારિક દાડિમ ભલાં, કહાલાં સરસ નારંગ, પૂગીફલ વલી કલશ કંચન તણા, રતનપૂંજ અતિ ચંગતo]
મેટા દેરાસરમાં પુણ્યના પીઠરૂપ ત્રણ ગઢ સમાન ત્રણ વેદિકાઓની–ઉપરા ઉપર રચના કરી સમવસરણને ચંદ્રની જ્યોતિ સરખે તેજસ્વી સૌમ્યરૂપ દેખાવ કરે – વિસ્તીર્ણ પીઠ બનાવવી. તે દેરાસરનું ભંયતળીઉં પેવરાવી સાફ કરાવી તેના ઉપર જુદા જુદા રંગનાં ચિત્રો આલેખવાં. તે પછી પાંચ રંગના ચોખા વગેરે અનાજ મેળવી, તે અનાજના સમૂહને પવિત્ર મંત્રો વડે મંતરીને મનને આનંદ ઉપજે એવું શ્રી સિદ્ધચક-નવપદજી–નું કમલરૂપ મંડલ સંપૂર્ણ આલેખવું [કમલરૂપ મંડલ રચનામાં, જે જે પદ જે જે રંગનું હોય, તે તે પદના તે તે રંગથી રચના કરવી. મંડલના મધ્ય ભાગમાં અરિહંત પદની સ્થાપના કરવી. અરિહંતને રંગ ઉજવલ-સફેદ–હેવાથી સફેદ એવા ઉત્તમ ચેખા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org