Book Title: Katha Manjari Part 03
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 272
________________ શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના ૨૫૫ પાંચ પ્રસ્થાનવાળો જે મેટો સૂરિમંત્ર, તેના ધ્યાનમાં જ આસક્ત મનવાળે, તથા પાંચ પ્રકારના આચારરૂપ એ જે આત્મા, તે જ આચાયરૂપ થાય છે.” મહાપ્રાણ નામના ધ્યાનથી ધ્યાએલ છે દ્વાદશાંગીના સૂત્ર, અર્થ અને તે બંનેને રહસ્ય જેણે તથા સ્વાધ્યાયમાં તત્પર એવો જે આત્મા, તે જ ઉપાધ્યાય છે.” જ્ઞાનાદિક રત્નત્રયે કરીને મેક્ષમાર્ગની સાધનામાં સાવધાન છે મન વગેરે ત્રણે રોગો જેના, તથા હમેશાં પ્રમાદ રહિત એવો આ આત્મા જ સાધુરૂપ થાય છે. માત્ર મુંડાવવાથી અથવા લોચ કરવાથી કાંઈ સાધુપણું આવી જતું નથી.” મોહના ક્ષપશમથી, શમસંગ વગેરે ઉત્તમ લક્ષણવાળા અને શુભ પરિણામવાળા એવા પિતાના આત્માને જ દર્શનરૂપ જાણવો.” જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી યથાસ્થિત તને જે અવબોધ તે રૂપ એ આત્મા જ જ્ઞાન કહેવાય છે.” સેળ કષાય અને નવ નોકષાયથી રહિત, શુદ્ધ લેશ્યાવાળા અને નિજ સ્વભાવમાં રમતા એવા આત્માને ચારિત્રરૂપે જાણ.” * સૂરિમંત્રના જૂદા જૂદા કપે, તેના વિધિવિધાન તથા યંત્રો અને મંત્રો માટે “સૂરિમંત્ર ક૫ સંદેહ” નામનો ગ્રંથ જેવા ભલામણ છે. મૂલ્ય ત્રીસ રૂપિયા –સારાભાઈ નવાબ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274