________________
૨૩૦
શ્રી શ્રીપાલ કથા
૨ સિદ્ધપદની સ્તુતિ ઃ
અરિહંતે અથવા સામાન્ય કેવલીઓ, નહિ કરેલા અથવા કરેલા સમુદ્દઘાતવાળા, અને શેલેશીકરણે કરીને અગી કેવલી એવા, તથા જેઓ છેલલાથી અગાડીના સમયે કર્મની
તેર પ્રકૃતિઓને અને અંતિમ સમયે તેર પ્રકૃતિઓને ખપાવીને મેક્ષે ગયા છે, તે સિદ્ધ ભગવંતે મને સિદ્ધિ આપે.
છેલ્લા શરીરની ત્રણ ભાગથી ઊણી અવગાહનવાળા એવા જેઓ એક સમયમાં લોકના અંતભાગે પહોંચી ગયા છે, તે સિદ્ધ ભગવંતે મને સિદ્ધિ આપે.
પૂર્વપ્રયાગ, અસંગ, બંધન છેદ અથવા સ્વભાવથી જેઓની ઊર્ધ્વગતિ થએલી છે, એવા તે સિદ્ધ ભગવંતે મને સિદ્ધિ આપે.
- ઈષત્રાગુભારવાળી સિદ્ધશિલાની ઉપર એક એજન લેકાંતમાં જેઓની સ્થિતિ પ્રસિદ્ધ છે, તે સિદ્ધ ભગવતે મને સિદ્ધિ આપે.
વળી, જેઓ અંત વગરના, પુનર્જન્મ વગરના, શરીર રહિત તથા બાધા વગરના અને જ્ઞાન, દર્શનવાળા છે, તે સિદ્ધ ભગવંત મને સિદ્ધિ આપે.
જેઓ અનંત ગુણવાળા, વર્ણ વગેરે ગુણે વિનાના, એકત્રીશ ગુણોવાળા અથવા આઠ ગુણવાળા અને અનંત ચતુષ્ક જેઓને સિદ્ધ થએલ છે; એવા તે સિદ્ધ ભગવંતે મને સિદ્ધિ આપો.
જેમ કેઈ બિલ નગરના ગુણને જાણતાં છતાં પણ કહી શકે નહિ, તેમ જેઓના ગુણોને જાણતાં છતાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org