________________
પર
શ્રી શ્રીપાલ કથા
શ્રીપાલના ભવથી નવમા ભવે મનુષ્યપણું પામીને તથા કર્મીની રાશિએ ખપાવીને તે અગિયારે જણા (શ્રીપાલ રાજા, તેમની માતા કમલપ્રભા અને મયણાસુંદરી વગેરે નવ રાણીઓ) માલસુખ પામશે.
આ પ્રમાણે હે મગધેશ્વર ! શ્રીસિદ્ધચક્રજીના મહિમા વાળું, તથા મનને આશ્ચય કરનારૂં શ્રીપાલરાજાનું ચરિત્ર કહ્યું. આ સાંભળીને શ્રેણિકરાજા નવપદજીનાપર ઉલ્લાસવંત ભાવવાળા થઈ કહેવા લાગ્યા કેઃ ‘ અહા ! આ નવપદના કેવા મોટા મહિમા છે!
"
તે વખતે ગૌતમસ્વામી એલ્યા કે: હે રાજન ! અરિહંત પદની આરાધનાથી દેવપાલને રાજ્ય અને કાર્તિક શેઠને ઈંદ્ર પદવી મળેલ છે.
સિદ્ધપઢનું ધ્યાન કરતા કરતા પુંડરીકસ્વામી, પાંડવે તથા રામચંદ્રજી વગેરે આ જગતમાં કાણુ કાણુ મેાક્ષસુખ નથી પામ્યા?
નાસ્તિકવાદથી મેળવેલા પાપાના સમૂહવાળા પ્રદેશી રાજા પણ જે દેવતાની ઋદ્ધિ પામ્યા, તે આચાર્ય પદની આરાધનાના પ્રભાવ જાણવા.
ગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે નાના એવા પણુ, ઉપાધ્યાયજી શ્રીવાસ્વામીની આરાધના કરનારા સિંહુગિરિજી મહારાજના શિષ્યાના સાધુવાદ થયેા.
સાધુપદની વિરાધનાથી અને આરાધનાથી અનુક્રમે રૂપી તથા રાહિણીના જીવાને શું મહાન દુઃખસુખા ન પ્રાપ્ત થયાં?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org