Book Title: Katha Manjari Part 03
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 261
________________ ૨૪૪ શ્રી શ્રીપાલ કથા -~ -~~ -~ ~~- ~~- ~૭ જ્ઞાનપદની સ્તુતિ : સર્વપ્રભુએ બનાવેલા આગમોમાં કહેલા એવા યથાસ્થિત તને શુદ્ધ અવધ રૂપ જે છે, તે જ્ઞાન મારે પ્રમાણભૂત છે. જેથી ખાવાલાયક અને નહિ ખાવા લાચક, પીવા લાયક અને નહિ પીવા લાયક, કરવા લાયક અને નહિ, કરવા લાયક વિવેક આવે છે, તે જ્ઞાન મારે પ્રમાણભૂત છે. આ જગતમાં સર્વ કિયાઓનું મૂલ શ્રદ્ધા છે, અને તે શ્રદ્ધાનું મૂલ ખરેખર જ્ઞાન છે, તે જ્ઞાન મારે પ્રમાણભૂત છે. જે મતિજ્ઞાન, કૃતજ્ઞાન અને અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન, એ પાંચ ભેદથી પ્રસિદ્ધ છે, તે સજ્ઞાન મારે પ્રમાણભૂત છે. કેવલી, મન:પર્યવજ્ઞાની તથા અવધિજ્ઞાનીઓનાં વચન પણ શ્રત અને મતિજ્ઞાનરૂપે લોકોને ઉપકાર કરનારા છે, માટે તે જ્ઞાન મારે પ્રમાણભૂત છે. જેમાં કેને ઉપકાર કરનારું એવું દ્વાદશાંગી રૂપ શ્રુતજ્ઞાન પ્રરૂપેલું છે, તે જ્ઞાન મારે પ્રમાણભૂત છે. જે જ્ઞાનને ભવ્યજને ભણે છે, જે જ્ઞાનનું દાન આપે છે, જે જ્ઞાનને સાંભળે છે, પૂજે છે અને લખાવે છે, તે સજ્ઞાન મારે પ્રમાણભૂત છે. જે જ્ઞાનથી હાથમાં લીધેલા–રાખેલા-આંબળાની પેઠે આજે પણ ત્રણે લોક સંબંધી વિચારે જાણી શકાય છે, તે સજ્ઞાન મારે પ્રમાણભૂત છે. જેના બલથી જગતમાં મનુષ્ય પૂછવા લાયક, પૂજવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274