________________
શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના
૨૪૯
ચય એટલે આઠ કર્મને સંચય અને તેને જે ખાલી કરે તે ચારિત્ર નામ નિરૂક્તિથી સિદ્ધ થએલું છે, તે ગુણેના ગૃહ – આવાસ – રૂપ ચારિત્રને હું વંદન કરું છું. ] ૯ તપપદની સ્તુતિ:
બાહ્ય તથા અત્યંતર મળીને બાર ભેદવાળું તથા ઉત્તરોત્તર ગુણોવાળું જેને આગમ – શાસ્ત્ર – માં વર્ણવેલું છે. તે તપપદને હું વંદન કરૂં છું.
તે જ ભવમાં સિદ્ધિ થવાની છે, એમ જાણતાં છતાં પણ શ્રી ઋષભદેવ વગેરે તીર્થકરેએ જેને આદરેલું છે, તે તાપદને હું વંદન કરું છું.
જે તપને ક્ષમા સહિત આચરવાથી નિકાચિત કર્મોને પણ ક્ષણમાં જ ક્ષય થાય છે, તે તપપદને હું વંદન કરું છું.
અગ્નિવડે જેમ સુવર્ણને મેલ નાશ પામે છે, તેમ આત્મારૂપી સુવર્ણને મેલ જે તપથી નાશ પામે છે તે તપપદને હું વંદન કરું છું.
આશંસા રહિત કર્મોની નિર્જરા માટે જે તપ કરવાથી મહાસિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, તે તપપદને હું વંદન
જેના પસાયથી આમૌષધિ વગેરે જુદી જુદી જાતની લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, તે તપપદને હું વંદન કરું છું.
કલ્પવૃક્ષ સમાન જે તારૂપી વૃક્ષનાં દેવ તથા મનુષ્યભવ સંબંધી અદ્ધિઓ પુષ્પ છે, અને મેક્ષપદની પ્રાપ્તિ ફિલ છે, તે તપપદને વંદન કરું છું.
અત્યંત અસાધ્ય એવાં પણ સર્વ લોકેનાં કાર્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org