________________
શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના
૨૨૭
પિતે તન, મન અને વચનથી શ્રી સિદ્ધચકજીના નપદેના
ધ્યાનમાં લીન થઈને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યાઃ ૧ અરહંતપદની સ્તુતિ
પિતાના ત્રણ ભવ બાકી રહ્યું છતે મનુષ્યભવમાં જેઓએ અરિહંત વગેરે વિશે સ્થાનકેની આરાધના કરીને, જેમણે જિનનામકર્મ બાંધેલું છે, એવા અરિહંત ભગવાનને હું નમસ્કાર કરું છું.
- જે એકએક ભવના આંતરે ઉત્તમ એવા રાજકુલમાં અવતરે છે, તથા મહાસ્વપ્નથી જેઓના ગુણ સૂચિત થાય છે, તે અરિહંત પ્રભુને હું નમસ્કાર કરું છું.
જેઓના જનમ વખતે પ્રસન્ન મનવાળી દિશાકુમારીઓ તથા ઈદ્રો મહિમા કરે છે, તે અરિહંતને હું નમસ્કાર કરું છું.
જેઓના શરીરમાં જનમથી જ લોકોમાં આશ્ચર્યભૂત ચાર અતિશયો હોય છે, તે અરિહંતને હું નમસ્કાર કરું છું.
જેઓ ત્રણ જ્ઞાન કરીને યુક્ત હોય છે, અને પિતાનું ભેગાવલિ કર્મ ક્ષીણ થએલું જાણુને જેઓ ચારિત્ર અંગીકાર કરે છે, તે અરિહંતને હું નમસ્કાર કરું છું.
જેઓ ઉપગવાળા, અપ્રમાદી, શુકલધ્યાનવાળા હોય છે અને ક્ષપકશ્રેણિથી મેહને હણીને કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે, તે અરિહંતને નમસ્કાર કરું છું.
જેઓને કર્મોનો ક્ષયથી અગિયાર અતિશય ઉત્પન્ન થાય છે, અને દેવોએ કરેલા ઓગણીશ અતિશય જેઓને હોય છે, તે અરિહતેને હું નમસ્કાર કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org