________________
૨૧૪
શ્રી શ્રીપાલ કથા રણ”ની પદવીવાળા થયા. વળી તે સિંહ રાજા ઘાયલ થવાથી વિહ્વલ થએલે એક મહિનાના અનશનપૂર્વક દીક્ષા પાળીને, બાળપણામાં તમારું રાજ્ય લઈ લેનાર હું અજિતસેન થયે. વળી, પૂર્વભવના વેરના લીધે આ રાણાઓએ મને બાં, તથા પૂર્વના અભ્યાસને લીધે મને અહીં દીક્ષા લેવાના પરિણામ થયા. શુભ પરિણામથી મને જાતિસ્મરણ જ્ઞાન થવાથી મેં દીક્ષા લીધી અને અવધિજ્ઞાન ઉત્પન્ન થવાથી હે રાજન! હું અહીં આવ્યો છું.
આ પ્રમાણે જેણે જયારે જે અને જેવું શુભ અથવા અશુભ કર્મ કરેલું હોય છે, તેને ત્યારે તે અને તેવું આ ભવમાં પ્રાપ્ત થાય છે, એમ જાણવું.
તે સાંભળીને શ્રીપાલરાજા પિતાના મનમાં વિચારે છે કેઃ “અહોહે ! આ સંસારના નાટકનું કેવું સ્વરૂપ છે? પછી શ્રીપાલે કહ્યું કેઃ “હે ભગવન્! હાલ તે ચારિત્ર લેવાની મારી શક્તિ નથી, માટે કૃપા કરીને મને ઉચિત કાર્ય ફરમાવે.”
તે વખતે મુનિરાજ બેલ્યા કે “હે રાજન ! ભેગા વલી કર્મોને લીધે આ ભવમાં તમારે ચારિત્ર ઉદયમાં નથી,
એમ નિશ્ચયથી જાણવું. પરંતુ તમે આ અરિહંતાદિક ઉત્તમ , નવ પદેને સમ્યક પ્રકારે આરાધીને નવમા દેવલોકે જશે; અને ત્યાંથી ઉત્તરોત્તર મનુષ્ય તથા દેવ સંબંધી સુખને અનુભવીને તમે નવમા ભાવે ખરેખર! મેક્ષરૂપી શાશ્વત સુખને પ્રાપ્ત કરશે.'
આ સાંભળીને શ્રીપાલરાજા આનંદ સહિત પિતાના મહેલે પહોંચ્યા. અને મુનિ મહારાજ પણ ત્યાંથી વિહાર કરીને બીજી જગ્યાએ પધાર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org