________________
૨૧૩
શ્રીપાલને પૂર્વભવ થયા; પરંતુ સાધુને કરેલા ઉપસર્ગના પાપથી યૌવન અવથામાં કોઢ રોગવાળા થયા.
જે શ્રીકાંત રાજા હતા તે નવપદજીની આરાધનાના પુણ્યથી તમે થયા, અને જે શ્રીમતીનો જીવ હતો, તે તમારી પત્ની મયણાસુંદરી થઈ છે. પૂર્વભવમાં પણ તે માત્ર ધર્મમાં જ તત્પર હતી અને માત્ર તમારા જ હિતમાં તલ્લીન હતી, તેથી આ ભવમાં પણ તમારી જ મુખ્ય પટરાણું થઈ છે. વળી, તમોએ જે મુનિની આશાતના કરી હતી, તેથી તમે કોઢિયા થયાપાણીમાં – સમુદ્રમાં – પડ્યા, અને તંબ પણું પામ્યા. વળી, પૂર્વભવમાં પણ તમે તમારી પત્ની શ્રીમતીના વચનથી શ્રીસિદ્ધચકજીની આરાધના કરી હતી, તે જ આ મયણાસુંદરીના વચનથી તમે આ ભવમાં પણ શ્રીસિદ્ધિચકજીની આરાધના કરી છે, અને સુખ પ્રાપ્ત કર્યું છે.
વળી, આ વિશિષ્ટ પ્રકારની જે વિસ્તૃત–મેટી–ઋદ્ધિ તમને પ્રાપ્ત થઈ છે, તે સઘળે શ્રીસિદ્ધચકજીને જ પ્રતાપ છે. વળી, શ્રીમતીની જે આઠ સખીઓએ પૂર્વભવમાં તમારી ધર્મકરણીની અનુમંદના કરી હતી, તે આ તમારી આઠ લઘુ પટરાણીઓ થઈ છે. આ સખીઓમાંની આઠમી સખીએ પિતાની શકયને “સાપ ખાઓ” એવું વચન કહ્યું હતું, તે કર્મથી તે સખીના જીવ તિલકસુંદરીને આ ભવમાં સર્વે ડંખ માર્યો.
વળી, તે વખતે સાત ઉલ્લંઠેએ તમારી ધમકરણીની અનુમોદના કરી હતી, તેથી તેઓ નિરેગી થઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org