________________
પુણ્યની પ્રમલતા
૧૩૧
આવ્યા. દરેક ફેરા ફરતી વખતે રાજાએ કન્યાદાનમાં હાથી, ઘેાડા, હીરા, માણેક, મેાતી વગેરેનું પુષ્કળ દાન આપ્યું. પછી સરસ સુગ ંધીવડે મઘમઘતા બનાવેલા કંસારના કાળીયા, મનમાં આનંદથી મલકાતા વરવહૂએ એકબીજાના મુખમાં મૂકયા. આ પ્રમાણે પ્રેમસહિત, શ્રીપાલકુમારે મદનમષા સાથે લગ્ન કર્યું. ]
પછી અને સ્ત્રીઓ સહિત સસરાએ આપેલા એક ઉત્તમ મકાનમાં રહેતા એવા શ્રીપાલકુમારની ખૂબ પ્રસિદ્ધિ થઈ. એમ કરતાં ચૈત્ર માસની અઠ્ઠાઈ આવી. તે વખતે શ્રીપાલકુમારે આંબિલની ઓળી શરૂ કરી. તે દરમ્યાન શ્રીઋષભદેવ પ્રભુના દેરાસરમાં શ્રીસિદ્ધચક્રજીની ઉત્તમ પ્રકારે વિધિસહિત પૂજાએ ભણાવવા માંડી અને લાખેણી આંગી રચાવવા માંડી. એળીના નવે દિવસમાં કોઇપણ પ્રાણી માત્રની હિંસા ન થાય તે માટે અમારી પડહેા – ઢઢરા – પીટાયે.. આ પ્રમાણે શ્રીસિદ્ધચક્રજીની ભક્તિમાં તન, મન અને ધનને જોડી શ્રીપાલકુમાર પાતાના જનમ સલ કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org