________________
ધમને જય પુરીના પાદરમાં પહોંચી. ત્યાં પહોંચ્યા પછી શુભ મુહૂર્તની રાહ જોતા તમારા જમાઈ અને હું શહેર બહાર રહ્યા અને અમારી સાથેના સુભટોમાંને મોટે ભાગે પિતપોતાના ઘેર ગ. રાતના વખતે અમે નિર્ભય મનથી ગામની બહાર રહ્યા; એવામાં મારમાર કરતી એક મોટી ધાડ પડી.
તે વખતે તમારા જમાઈ મને તુરત છોડીને નાશી ગયા. તે ધાડ પાડનારાઓએ આપે આપેલી બધી દોલત લૂંટી લીધી, અને મને પકડીને લઈ ગયા પછી તે ધાડપાડુઓએ મને નેપાલદેશમાં લઈ જઈને વેચી. ત્યાં એક ધનવાન સાર્થવાહે મને ખરીદી લીધી. પછી તેણે પણ મને પિતાના સાથે સાથે બબ્બકુલમાં લઈ જઈને મહાકાલરાજાના નગરમાં દુકાન પર રાખીને વેચી.
ત્યાં નૃત્ય અને ગાયનમાં નિપુણ એવી એક ગણિકાએ મને વેચાતી લીધી અને તેણીએ મને નાટ્યકળામાં નિપુણ કરી નટી બનાવી. પછી નાટકના મહા શોખીન બબરકૂલના મહાકાલ નામના રાજાએ નવ નાટકમંડળીઓ ખરીદી, તેમાં મને પણ ભેગી ખરીદી લીધી અને જુદી જુદી જાતના મારી પાસે નૃત્ય કરાવ્યા. છેવટે પિતાની મદનસેના નામની પુત્રીનાં જયારે શ્રીપાલ મહારાજા સાથે લગ્ન કર્યા, ત્યારે દાયજામાં નવ નાટકમંડળીઓ સહિત મને પણ આપી દીધી.
‘શ્રીપાલ મહારાજાની આગળ નૃત્ય કરતાં કરતાં મારા આટલા દિવસે તે વીતી ગયા. પરંતુ હાલમાં મારું આ આખું કુટુંબ જોઈને દુઃખ ઉભરાઈ આવ્યું. તે વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org