________________
૨૨ શ્રીપાલને વિજય
૧૫૬
અ ક દિવસ સમય મળતાં મતિસાગર મંત્રિએ સામંત તથા મંત્રિઓ સાથે મળીને જમીન ઉપર લલાટને અડાડીને, શ્રીપાલરાજાને વિનંતી કરી કેઃ “હે સ્વામી! આપશ્રીને નાનપણમાં આપના પિતાશ્રીની ગાદીએ બેસાડ્યા હતા પરંતુ જે પિતરાઈ કાકાએ આપશ્રીને પદભ્રષ્ટ કરીને આપશ્રીની ગાદી પચાવી પાડી હતી, તે પાછી કબજે કરવાની જરૂર છે અને આપણા તે શત્રુને શિક્ષા કરવાને આ અનુકૂળ સમય છે.”
પિતાની શક્તિ હોવા છતાં પણ જે શત્રુએ કબજે કરેલું પિતાના પિતાનું રાજ્ય પાછું મેળવતા નથી, તે જગતમાં હાંસીને પાત્ર થાય છે. વળી, હે સ્વામી! આપ પિતાનું રાજ્ય પાછું નહિ લે તે, આપશ્રીની આ સઘળી ઋદ્ધિ અને સિન્યને વિસ્તાર શા કામને? તેથી હે સ્વામી! આપ મહેરબાની કરીને પિતાનું રાજ્ય પાછું ગ્રહણ કરે. જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org