________________
૧૯૩
ધર્મને જય પણ શ્રીપાલ મહારાજા અને મયણાસુંદરીના સંસર્ગથી શુદ્ધ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું.
શ્રીપાલની સાથે જે સાત કેઢિયા હતા, તેઓ પણ મયણાસુંદરીના ઉપદેશથી રેગરહિત થએલા હેવાથી, આવીને ઘણું જ પ્રેમપૂર્વક શ્રીપાલ મહારાજાને નમ્યા. શ્રીપાલ રાજાએ પણ તેઓ પર કૃપા કરીને, તે બધાને ઉમરાવપદ આપીને પિતાના લશ્કરના નાયકે બનાવ્યા. પિતાને જે પહેલાં મહિસાગર નામને મંત્રિ હતો, તે પણ આવીને શ્રીપાલરાજાનાં ચરણોમાં નમી પડ્યો. તે વખતે તેને પણ પહેલાંની માફક પિતાના મુખ્ય મંત્રિ તરીકે સ્થાપન કર્યો.
પછી સસરા, સાળા તથા મામા વગેરે રાજાઓને તથા બીજા સુભટને પણ શ્રીપાલરાજાએ ઘણું માન આપ્યું. વળી, તે બધા પણ ઘણું ભક્તિપૂર્વક કપાળ પર હસ્તકમલ જોડીને તે શ્રીપાલરાજાની સેવા કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org