________________
ધતા જય
૧૮૯
જાણી જોઈને ગેર વ્યાજબી કામ શા માટે કરવું જોઇએ, જેના સમય બળવાન હોય તેના જ સંરક્ષણ તળે જવું એ હુંમેશના નિયમ છે. ’
પ્રધાનનાં ન્યાય અને વિચારવંત હિતકર વચન સાંભળી સુજ્ઞ રાજદૂતના કહેવા મુજબ કુહાડાને કાંધે મૂકી, પોતાના મત્રિ તથા સામત સહિત શ્રીપાલ રાજાના તંબૂના દ્વાર પાસે જેવા પહોંચે છે; તેવા જ શ્રીપાલ રાજાએ તેના ખભા ઊપરથી કુહાડા ઊતરાવીને, અને રાજાના તથા તેના પરિવારના ઉત્તમ વસ્ત્ર અને આભૂષણા આપીને સત્કાર કર્યા. સત્કાર કરીને તંબૂની અંદર ખેલાવ્યા. અંદર મેલાવીને ઉત્તમ આસન ઉપર બેસાડયા,
તે વખતે મયણાસુંદરી પેાતાના પિતા પ્રજાપાલને કહેવા લાગી કે: - હું પિતાજી! આપે તે વખતે મને જે મારા કર્મે આપેલા પતિ સાથે પરણાવી હતી, તેણે જ આજે તમારા ખભા ઊપરથી કુહાડે! ઊતરાગ્યેા છે. ’
પછી આશ્ચય પામેલેા માલવરાજા પેાતાના જમાઈને નમન કરે છે, અને કહે છે કે : “ હે સ્વામી ! હું આપના ગૌરવને અને મેટા પ્રભાવને ન ઓળખી શકયો, તે માટે મને માફી આપશે. ’
"
શ્રીપાલ રાજાએ જવાબ આપતાં કહ્યું કેઃ આ કાંઈ મારા પ્રભાવ નથી; પરંતુ સદ્ગુરુએ ઉપદેશેલા – મતાવેલાનવપદના આ પ્રભાવ છે. '
આ આશ્ચર્યજનક સમાચાર સાંભળીને સૌભાગ્યસુંદરી તથા રૂપસુંદરી વગેરે સઘળા પરિવાર પણ ત્યાં આવ્યેા.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org