________________
૧૭૪
શ્રી શ્રીપાલ કથા અરિ મન અપઉ ખંચિ ધરિ ચિંતાજાલિમ પાડી; ફલતિફ પરિ પામીયઈ જિત્તઉ લિહિઉ નિલાડિ -૪
અરે મન ! તું આત્માને ખેંચીને વશમાં રાખ અને ચિતારૂપી જાળમાં તેને પડવા દઈશ નહિ; કારણ કે જેટલું ભાગ્યમાં લખેલું હોય છે, તેટલું જ ફલ પ્રાપ્ત થાય છે.”–૪.
પછી પાંચમી દક્ષા નામની સખી બેલી કેઃ “તસુ તિહુઅણ જણદાસ પૂતળાએ જવાબ આપ્યો કે
અસ્થિ ભવંતર સંચિ9, પુનું સમગઉજાસ તસુંબલ તસુ મઈ તસુસિરિ, તસુ તિહુઅણ જણદાસ
જે માણસે પાછલા ભામાં સમસ્ત પ્રકારનું પુણ્ય ઉપાર્જન કરેલું છે; તે માણસને બલ, બુદ્ધિ અને લક્ષ્મી પ્રાપ્ત થાય છે, અને ત્રણે જગતના લોકે તેના દાસ થઈને રહે છે.’–૫.
[ રાજકુમારી શંગારસુંદરી બોલી કે “રવિ પહેલાં ઉગત.” પૂતળાએ જવાબ આપ્યો કેઃ
જીવંતા જગ જ નહીં, જસ વિણ કાંઈ જીવંત, જે જસ લેઈ આથમ્યા, રવિ પહેલાં ઉગત.-૬
જીવતાં છતાં પણ જેનો જગતમાં યશ નથી, તેવા જ યશ વિના જીવે તે એ શું? પરંતુ જે છ યશ મેળવીને આ જગતમાંથી અસ્ત પામ્યાં છે-મરણ પામ્યાં છે. તે યશસ્વી સૂર્યને ઉગ્યા પહેલાં ઉદય પામે છે તેઓના નામનું સ્મરણ સૂર્યોદય પહેલાં કરવામાં આવે છે ”-૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org