________________
૧૮૦
શ્રી શ્રીપાલ કથા
ઉત્તમ હાર વગેરે આભૂષણા વડે ઘણા જ શાભાયમાન લાગતા હતા. તેમની અને બાજુએ ચામર વીંઝાતા હતા, તેમ જ મસ્તક ઊપર છત્ર ધરવામાં આવેલું હતું. આવી રીતની ાભાવાળા શ્રીશ્રીપાલરાજા ઘણા હાથી, ઘેાડા, મણિ તથા માતીઓની ભેટો સ્વીકારતા હતા, અને તાખાના સામતા તથા મત્રિ વગેરેથી નમન કરાતા હતા.
દાયજામાં મળેલા વહાણેાની લક્ષ્મીવાળા તથા અસંખ્ય ચતુરંગી સેનાથી પરિવરેલા એવા તે શ્રીપાલરાજાએ પેાતાના મામાની સંમતિ લઈને, પોતાની માતાના ચરણકમલાને નમન કરવા માટે માળવા ભણી પ્રયાણ કર્યુ. રસ્તામાં આવતાં નાના મેટા રાજાઓની પુષ્કળ ભેટાના સ્વીકાર કરતાં કરતાં સાપારકનગરે આવી પહોંચ્યા.
સાપારકનગરની નજીકમાં તથ્યૂ ઊભા કરીને શ્રીપાલે તથા તેના સૈન્યે પડાવ નાખ્યા. પછી શ્રીપાલરાજાએ પેાતાના પ્રધાનને પૂછ્યું. કેઃ સાપારકના રાજા પોતાની ભક્તિ અથવા તા શક્તિ કાંઈ પશુ કેમ દેખાડતે નથી? તે ખાખતની બરાબર તપાસ કરીને મને ખબર આપે.’
પ્રધાન પુરુષાએ તપાસ કરીને કહ્યું કેઃ ‘ હે સ્વામી ! અહીં મહુસેન નામના રાજા રાજ્ય કરે છે, તેને તારા નામની રાણી છે. તેણીની કુક્ષિથી ઉત્પન્ન થએલી, ત્રણે જગતની લક્ષ્મીના તિલક સમાન શ્રીતિલકસુંદરી નામની એક રૂપવાન અને ગુણવાન પુત્રી છે.
[આ તિલકસુ ંદરી તિલેાત્તમા વગેરે અપ્સરાઓનું પણ તેજ હરણ કરી લે તેવી મહા સ્વરૂપવાન છે. હું રાજેદ્ર!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org