________________
સજનની સજનતા અને દુર્જનની દુજનતા ૧૫૧ મંગાવ્યું, અને તેને કહ્યું કે “અરે દુષ્ટ ! આ માતંગ છે એમ તે શા માટે ના કહ્યું?”
તે વખતે નિમિત્તિઓ પણ છે કેઃ “હે રાજન ! એ માતંગ નથી, પરંતુ તે હેટા માતંગેનો માલિક થશે; તે બાબતમાં શંકાને સ્થાન નથી.”
આ સાંભળી એકદમ ગુસ્સે થએલા રાજાએ, તે નિમિત્તિઓને તથા શ્રીપાલને મારી નાખવાને હુકમ પિતાના સુભટને કર્યો. તે હુકમ મદનમંજરીએ સાંભળે કે તે તરત જ ત્યાં આવી, અને કહેવા લાગી કેઃ “હે પિતાજી! આવું અવિચારી કાર્ય શા માટે કરે છે? કેમાં પણ કહેવત છે કે “આચારસ્થી કુલ ઓળખાય છે. માટે આવા ઉત્તમ આચારવાળે કુમાર માતંગ હઈ શકે જ નહિ.”
પછી રાજા કુમારને પૂછે છે કેઃ “હે કુમાર! તમે ક્યા કુલના છે તે કહે.”
જરા હસીને શ્રીપાલે કહ્યું કેઃ “અહે! તમારી કેવી ચતુરાઈ છે. અથવા હે રાજન ! તમે એ પહેલાં પાણી પીને પછી ઘર પૂછવું' એ કહેવત ચરિતાર્થ કરી. તમે તમારા સિન્યને તૈયાર કરે, એટલે મારા હાથ જ મારું કુલ કહી આપશે. કારણ કે પિતાની જીભે પિતાના કુલની પ્રશંસા કરવી, તે શરમાવનારું કામ છે. જે તમારે મારું કુલ પૂછવું હોય તે ( કિનારા પર આવેલાં) વહાણમાં જે બે સ્ત્રીઓ છે, તેઓને બોલાવીને મારું કુલ પૂછે.”
તે સાંભળી આશ્ચર્ય પામેલા રાજાએ તે ધવલ સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org