________________
૧eo
શ્રી શ્રીપાલ કથા એક દિવસે કેઈ માણસ રાજસભામાં આવ્યું અને તે કહેવા લાગ્યો કેઃ “હે સ્વામી! દલપત્તન નામના નગરમાં ધરાપાલ નામને રાજા રાજ્ય કરે છે (જૂઓ ચિત્ર ૧૧૩). તે રાજાને ઉત્તમ રાજાઓની પુત્રીઓ એવી ચોર્યાસી રાણીઓ છે, તેમાં પ્રથમ પટરાણી તરીકે ગુણમાળા નામની મહાવિવેકી રહ્યું છે. તે રાણીને હિરણ્યગર્ભ, નેહલ, ધ, વિજિતારી અને સુકર્ણ નામના પાંચ પુત્રો છે, અને શૃંગારસુંદરી નામની પુત્રી છે. આ શંગારસુંદરી ત્રણે લોકમાં શણગારભૂત છે, તેમ જ રૂપવાન અને કલાવાન હોવા ઉપરાંત યૌવન અવસ્થાને પામેલી છે.
જગતમાં જે મોહનવેલિ છે તે તે સ્થાવર અને સ્થિર હોય છે, પરંતુ શુંગારસુંદરી તે જંગમ-હાલતી ચાલતીમેહનવલિ રૂપ છે. તેણીને નવપલ્લવ સમાન લાલ અને સુકેમળ હઠરૂપ પત્ર છે, ઉજ્વલ દાંતની પંક્તિરૂપ સફેદ પુષ્પ છે, અને સ્તનયુગલરૂપ રસભરેલા સુંદર ફળ છે, અને તેથી તેનું અંગ સૌંદર્યતાવાળું દેખાય છે. જેવી રીતે મોહનવેલિ પવન આવવાથી હાલે છે, તેવી જ રીતે શૃંગારસુંદરી પણ મને હર હાથણીની માફક ઝુલતી ઝુલતી ચાલે છે.
જિન ધર્મમાં રક્ત એવી તે રાજકુમારીને પંડિતા, વિચક્ષણા, પ્રગુણા, નિપુણ અને દક્ષા નામની પાંચ સખીઓ છે. આ પાંચે સખીઓ પણ જિનેશ્વર પ્રભુની ભક્તિ કરવાવાળી છે. તેઓને રાજકુમારીએ એમ કહ્યું છે કેઃ “આપણે જેનધર્મમાં શ્રદ્ધાવાળા છિએ, માટે જૈનધર્મને જાણકાર એવો પતિ જો મળે તે આપણને આનંદ થાય. કન્યાઓ મનની શાંતિ માટે લગ્ન કરે છે; પરંતુ બંને વચ્ચે જે ધર્મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org