________________
શ્રી શ્રીપાલ કથા.
પછી ઉપાધ્યાયના હુકમથી બાકીના બધા રાજકુમારોએ વીણાવાદનમાં પિતાનું કુશલપણું પહેલાં બતાવ્યું, પછી રાજકુમારીએ પણ પિતાનું વીણાવાદનમાં કુશલપણું બતાવ્યું, તે વખતે ચંદ્રના પ્રકાશથી જેમ સૂર્યવિકાસી કમલોનું વન સંકેચાવવા લાગે, તેમ કુમારીની વીણાવાદનની કલા આગળ રાજકુમારનું કુશલપણું સંકેચાવવા માંડ્યું.
સઘળા લેકે જ્યારે રાજકુમારીની વીણાવાદનની કલાની પ્રશંસા કરવા લાગ્યા, ત્યારે વામનરૂપધારી શ્રીપાલ આ પ્રમાણે બોલ્યાઃ “અહો! કુંડલપુરમાં રહેનારા આ સઘળા લેકે કેવા જાણકાર છે.”
તે સાંભળી શંકાવાળી થએલી તે રાજકુમારી પિતાને હાંસીપાત્ર થએલી માનવા લાગી. પિતાની વણા તેણીએ કુમારને આપી, તે વખતે કુમારે તે વીણાને સારીને આ પ્રમાણે અશુદ્ધ જણાવી કહ્યું કે આની તંત્રી ગર્ભવાલી છે, તેનું તુંબડું ગળે દાઝેલું છે, તેને ડાંડે પણ અગ્નિથી દગ્ધ થએલે છે, અને તેથી હું વિણાને અશુદ્ધ કહું છું (જૂઓ ચિત્ર ૧૧૧).
પછી તે દેને નજરે દેખાડીને, તે વીણાને બરાબર સારીને જેવી તે વીણા કુમારે વગાડી, કે તે બધા લોકે જાણે નિદ્રાધીન થઈ ગયા હોય તેમ અચેતન થઈ ગયા. તે વખતે કેઈની વીંટી, કેઈનું કર્યું, કેઈનાં કુંડલ, કોઈનો મુકુટ, તથા કેઈન દુપટ્ટો લઈ લઈને તે બધાનો એક ઢગલો કર્યો. લેકે જ્યારે જાગૃત થયા ત્યારે, આ આશ્ચર્ય જોઈને ધન્ય એવી તે રાજકુમારી પિતાની પ્રતિજ્ઞા સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org