________________
સ્વયંવર મડ૫
૧૬૩
કરે છે. તેને કંચનમાલા નામની પ્રખ્યાત પટરાણી છે. તેણીની કુક્ષિથી ઉત્પન્ન થએલા યશ ધવલ, યશોધર, વજસિંહ અને ગંધર્વ નામના ચાર પુત્રો છે, અને તે ઊપર ગેલેક્યસુંદરી નામની એક પુત્રી છે, કે જેણીના જેવી બીજી કેઈપણ કન્યા ત્રણે લોકમાં નથી. હે સ્વામી! તેણીને લાયક કેઈ વર નહિ મલવાથી, તેણીના પિતાએ સ્વયંવર માંડ્યો છે. તે સ્વયંવર માટે અત્યંત પહેળે અને ઉંચે અને રમણીય એ મૂલ મંડપ બંધાવેલો છે, જેમાં મણિ અને સુવર્ણના થાંભલાઓ પર રહેલી પુતળીઓ લેકેને અચંબો ઉત્પન્ન કરે છે (જૂઓ ચિત્ર ૧૧૨). - “વળી, તે મંડપમાં ચારે બાજુએાએ કુતૂહલ સહિત ઉપરાઉપરી બનાવેલી એવી માંચાઓની શ્રેણિ, સ્વર્ગના વિમાનોની હાર જેવી લાગે છે. વળી, ત્યાં-સ્વયંવરમાંઆમંત્રિત કરેલા રાજાઓની સેવા અને બહુમાન કરવા માટે અનાજ અને ઘાસ વગેરેના જે ઢગલા એકઠા કરવામાં આવ્યા છે, તે મોટા મેટા પર્વતેથી પણ ઉંચા છે. અષાડ સુદી બીજના દિવસે તે સ્વયંવરનું શુભ મુહૂર્ત છે, તે બીજ આવતી કાલે જ છે; અને તે નગર અહીંથી ત્રીસ એજન દૂર છે.”
આ સમાચાર સાંભળીને શ્રીપાલકુમારે તે મુસાફરને તરત જ પિતાના ઘડાના ગળામાં પહેરાવેલી સેનાની સાંકળ આપી દીધી. કુમાર પિતાના આવાસે ગયે. કુમાર પિતાના આવાસે પહોંચ્યા પછી પાછલી રાતના વિચારવા લાગ્યું કે કુબડાનું રૂપ કરીને, ત્યાં જઈ તે સ્વયંવર જોઉં
“શ્રીપાલ રાસ માં ત્રણ યોજન દુર છે; તેમ લખેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org