________________
૧૪૨
શ્રી શ્રીપાલ કથા
એવા ! અરેરે ! હે સ્વામી ! આપે મૂકેલી અનાથ, દીન તથા શરણરહિત એવી છે અમે બંને જણીઓને કેણ શરણ રાખશે?”
પછી ધવલ તેઓના સ્વજનની પેઠે કહેવા લાગે કે “હે ઉત્તમ શરીરવાળીઓ ! તમે ખેદ કરો નહિ ! હું પિતે તમારા દુઃખનું હમેશાં નિવારણ કરીશ.”
આ પ્રમાણે સાંભળીને તેઓ વધારે દુઃખી થઈને વિચારવા લાગી કેઃ “ખરેખર! આ પાપીએ જ આ અકાર્ય કર્યું હોય એમ લાગે છે.”
[ કાળા હૃદયવાળા તે ધવલના મુખમાંથી કપટી વચને સાંભળીને બંને સ્ત્રીએ ચિતવવા લાગી કે “પ્રાણનાથને ઘાત આ પાપીએ જ કર્યો હોય એમ લાગે છે! બીજું કઈ વૈરી છે જ નહીં. આ દુષ્ટ વિશ્વાસઘાતીએ ધન અને સ્ત્રીઓની લાલચથી જ સ્વામીદ્રોહ કર્યો છે, છતાં પણ મોંએ મીઠાશ રાખી આપણને આવીને મળે છે કારણ કે જેમ તલવારની ધાર પર સાકરની ચાસણી ચડાવી હેય અથવા તે લોઢાના ગલેફા ઊપર ચાસણી ચડાવી ગલકું બનાવ્યું હોય, પણ તેની મીઠાશને સ્વાદ લેવા જતાં જીભ અને દાંતના જેમ બૂરા હાલ થાય છે, તેમ આના મીઠા બેલે તરફ વિશ્વાસ રાખવા જતાં આપણું બૂરા હાલ થાય તેમ છે. તેથી હવે આપણે આપણું અમૂલ્ય શીલરત્ન સાચવવું મુશ્કેલ બનશે. કારણ કે જે લાલચથી એણે પિતાના ઉપકારીને પણ અંત આણે છે, તે લાલચને વશ થઈને આ પાપી આપણે શીલને પણ ભંગ કરવા પ્રયત્ન કરશે, માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org