________________
ધવલની દુષ્ટતા
૧૩૫ જ દયાનરૂપી કામબાણથી વીંધાએલો તે ધવલ દુર્થાનને પ્રાપ્ત થવાથી, શલ્યવાળો હેય તેમ ક્યાંય પણ સુખ પામતે. નહિ – તેને કાંઈ પણ ચેન પડતું નહિ.
એક લેભ પણ બલવાન છે, અને તે પણ પાછા અહંકાર અને કામ સહિત જ્યારે હોય, ત્યારે તે પવન સહિત થએલા અગ્નિની પેઠે કેણે હૃદયમાં સંતાપ ઉત્પન્ન કરતા નથી? તેથી ધવલની ઉંઘ ઉડી ગઈ અને તે પથારીમાં સૂઈ રહેલે હોવા છતાં પણ મધ્યરાત્રિએ દુઃખથી ટળવળી રહેલે તેના મિત્રોએ તેણે જે.
મિત્રોએ તેને પૂછયું કેઃ “ આજે તમારા શરીરમાં કયો રેગ ઉત્પન્ન થયો છે? કે જેથી તમને ઉંઘ આવતી નથી, માટે તમને જે દુઃખ હોય તે પ્રગટ રીતે અમને
દીર્ઘ નિઃશ્વાસ નાખીને તે બોલ્યો કેઃ “મારા શરીરમાં કાંઈ રેગ ઉત્પન્ન થયો નથી, પરંતુ મારા મનની પીડા જ મને સંતાપ ઊત્પન્ન કરે છે. '
પછી ફરીથી તેઓએ પૂછયું કે “તમારા મનની જે પીડા હોય તે અમને કહે, તે તેનો ઉપાય બતાવીએ.”
તે વખતે તેણે પિતાના મનમાં કરેલા બધા દુષ્ટ વિચારે કહી સંભળાવ્યા.
તે સાંભળીને તે ચારે વણિક મિત્રો કહેવા લાગ્યા. કેઃ “અરેરે ! કાનને શલ સમાન તમે આ શું બોલ્યા? ઉત્તમ પુરુષે તે બીજાનું ધન પણ હરણ કરતા નથી, ત્યારે ઉપકારી એવા સ્વામીના ધનનું જે હરણ કરવું, તે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org