________________
શ્રી શ્રીપાલ કથા
પછી કુમારની સવારી મહાકાલરાજાના રાજમહેલે ઊતરી. ત્યાં તૈયાર રાખેલા પેાતાના સેનાના સિંહાસન ઊપર શ્રીપાલને એસાડીને મહાકાલરાજાએ ભક્તિથી કહ્યું કે હું • કુમાર! આ રાજ્ય તથા મારાં પ્રાણે પણ તમારા તાબે છે. વળી, મારી મનસેના નામની પુત્રી કે જે મને મારા પ્રાણથી પણ અધિક વહાલી છે, તેની સાથે કૃપા કરીને આપ લગ્ન કરે.
૧૧૨
તે વખતે કુમારે કહ્યું કે: ‘ હું તે પરદેશી છુ, તેથી મારૂ કુલ અને શીલ જાણ્યા વિના તમારી કન્યા તમા શા માટે આપે છે; માટે સારી રીતે વિચાર કરીને તે ફાય કરા.’
મહાકાલરાજાએ કહ્યું કે: ‘ હે કુમાર ! આપણા ઉત્તમ આચરણાથી મેં તમારૂં કુલ જાણી લીધુ છે, અને પરદેશને મને કાંઈ ખાધ નથી; માટે મારી આ પ્રાર્થના મહેરબાની કરીને સ્વીકારે. ’
શ્રીપાલકુમારે રાજાની વિનંતીને સ્વીકાર કરવાથી, મેાટી ધામધૂમપૂર્વક રાજાએ પોતાની મનસેના નામની રૂપમાં રંભા સમાન પુત્રી શ્રીપાલકુમારને પરણાવી. વળી, હસ્તમેલાપ વખતે ક્રોડા ગમે ર્માણ, માણેક રત્ના વગેરે રાજાએ શ્રીપાલને આપ્યાં, વળી, દાયજામાં નવ નાટકે અને ઉત્તમ વસ્ત્રો આપ્યાં. આ બધા પરિવાર સાથે પરવત્ થકે શ્રીપાલ ચાલ્યા. આ બધા પરિવારને એક મહેાટા ખૂંંગ વહાણુ પાસે પહોંચાડવા મહાકાલરાજા શ્રીપાલ કુમાર સાથે ત્યાં આવ્યેા ( જૂએ ચિત્ર ૯૦ ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org