________________
૧૨૦
શ્રી શ્રીપાલ કથા પછી ઘર દેરાસરની જિનપ્રતિમાની વિધિપૂર્વક પૂજા કરીને રાજાએ પારણું કર્યું અને આ વાત સર્વ જગાએ લેઓમાં ફેલાઈ ગઈ. પછી આનંદસહિત સર્વ કે તે દેરાસરની પાસે આવવા લાગ્યા, પરંતુ તે દેરાસરના દર વાજા ઉઘડતાં નહિ; તેથી ખેદ પામીને બધા પાછા વળવા લાગ્યા.
“એવી રીતે તે દેરાસરના દરવાજા કેઈનાથી ઉઘડ્યા નથી, પરંતુ તેઓએ ત્યાં આવીને પિતાના કર્મોને ઉઘાડાં પાડયાં છે. આ પ્રમાણે તે દેરાસરનાં બારણાં બંધ થયે એક માસમાં આજે ચેડા દિવસ બાકી રહ્યા છે. આવી રીતનું અહીં આશ્ચર્ય થઈ રહ્યું છે. માટે તે ઉત્તમ પુરુષ! તમે જે તે જિનમંદિરનું ઉત્તમ દ્વાર ઉઘાડશે તે, ખરેખર ! તે ચકેશ્વરી દેવીની વાણું પ્રમાણે થશે. માટે હે મહાયશવાળા! તમે તરત જ તે જિનમંદિર ઉઘાડવાને પ્રયત્ન કરે! તે ઉઘડેથી અમારાં પણ પુણ્ય ઉઘડશે.”
જિનદાસના આ પ્રમાણેનાં વચન સાંભળીને શ્રીપાલે ધવલશેઠને બોલાવીને કહ્યું કેઃ “હે પિતાજી! તમે પણ સાથે પધારે, તો આપણે જિનમંદિરનાં દર્શન કરવા જઈએ.
ધવલે કહ્યું કે “તમે ચિંતા વગરના અને નિરાંતવાળા છે, તેથી તમે ખુશીથી જિનેશ્વદેવને નમન કર્યા જ કરે. કારણ કે અમને તે જમવાનીએ કુરસદ મળતી નથી. માટે તમે પધારે. હું મારું કામ કરીશ.”
પછી ધવલને છોડીને બીજા સઘળા પરિવાર સાથે શ્રીપાલકુમાર એક પાણીદાર ઘેડા પર સવાર થઈને, જિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org