________________
૧૬
શ્રી શ્રીપાલ કથા
રતિથી પણ સ્વરૂપવાન અને તેની જાણકાર મદનમંજૂષા નામની એક પુત્રી છે.
તે નગરીમાં એક જિનદેવ નામને શ્રાવક રહે છે, તેને હું જિનદાસ નામને પુત્ર છું. હવે હું તમને એક આશ્ચર્ય કહું છું તે સાંભળે. તે કનકકેતુ રાજાના દાદાએ કરાવેલું અને પર્વતના શિખર પર મુકુટ સમાન એવું પ્રભુ શ્રીત્રાષભદેવનું એક દેરાસર ત્યાં આવેલું છે. આ દેરાસર ઉત્તમ પુરુષના ચરિત્રની માફક નિર્મલ અને વિશાલ છે. દાતારના ઉત્તમ યશની પેઠે ઉજજવલ છે; તથા સૂર્યમંડલની માફક અંધકારને દૂર કરનારું છે.
તે દેરાસરમાં કનક અને મણિની બનાવેલી મૂળનાયક શ્રી ઋષભદેવની સુંદર અને દેદીપ્યમાન પ્રતિમા બિરાજમાન કરેલી છે, કે જે નવા ચંદ્રની રેખાની પેઠે ત્રણે ભુવનેના પ્રાણીઓને આનંદ આપનારી છે. તે પ્રતિમાનું તે વિદ્યાધર રાજા હમેશાં ભક્તિપૂર્વક પૂજન કરે છે. ત્યાંના લકો પણ આનંદપૂર્વક તેને નમન કરે છે, તેની પૂજા કરે છે, અને તેનું ધ્યાન ધરે છે. તે રાજાની પુત્રી પણ વિશેષ કરીને ભક્તિપૂર્વક હમેશાં ત્રણે કાલ તે પ્રતિમાની અષ્ટપ્રકારી પૂજા કરે છે.
એક દિવસ વિધિની જાણકાર એવી તે રાજાની પુત્રી પિતાના પરિવાર સહિત વિધિપૂર્વક વિસ્તારથી પૂજા કરીને, ભાવપૂર્વક દેવવંદન કરતી હતી, તે વખતે રાજા પણ ત્યાં પહ, અને કુંવરીએ કરેલી અપૂર્વ અંગરચના–આંગીજોઈને હર્ષથી રોમાંચિત થએલે હૃદયમાં વિચારવા લાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org