________________
કમની વિચિત્રતા
[ જંગલની ભયંકરતાનું વર્ણન
તે ઉજજડ જંગલમાં સરખટ, ડાભ, કાસ વગેરેનાં થાં અને કાંટાળાં ઝાડનાં ઝાંખરાં બહુ જ હતાં. ખાખરાના ઝાડનું જૂથ અને તેનાં પહેલાં પાંદડાંઓને ખડખડાટ, પહાડની ઊંચી નીચી ટેકરીઓ, ડુંગરાની ખેભણ વગેરેને તે પાર જ નહોતો. ફણિધર અને મણિધર સર્પો સેંકડોની સંખ્યામાં આમતેમ ફર્યા કરતા હતા. મોટા મોટા અજગર, જંગલી ઉંદરો, પાટલા ઘે, ચંદન ઘ વગેરે ઝેરી જનાવરોની જ્યાં પુષ્કળ હેરફેર થતી હતી, એવા ઉજજડ રસ્તામાં, અંધારી રાતે, ખૂલા પગે, રાજમહેલની સાહેબીમાં રહેનારી હોવા છતાં પણ, વિપત્તિમાં આવી પડેલી, તે બિચારી અબળા આમતેમ અજાણ્યા રસ્તે રડવડ્યા કરતી હતી.
તે વખતે તેણીના કોમળ પગમાં કાંટા અને કાંકરા ભેંકાવાથી લોહીની ધારાઓ ચાલ્યા કરતી હતી. પરંતુ તે વખતે તેણીનું બેલી કોણ થાય તેમ હતું? વળી, માર્ગમાં વરૂ, વાઘ અને વરઘડાં, ચીતરા વગેરે ભયંકર શબ્દ કરતાં તરાપ મારી રહ્યાં હતાં. શિયાળે શોરબકેર કરી રહેલાં હતાં. ચેર, ધાડપાડુ અને ભૂતાવળે ભટક્યા કરતાં હતાં. ઘૂવડ દૂધૂધૂ શબ્દો કરીને ભય ઉત્પન્ન કરી રહ્યાં હતાં. વાંદરાએ હૂકાહૂક કરતાં હતાં, અને પર્વત ઊપરથી પડતાં પાણીનાં ઝરણાં અને નહેરોનાં પાણીના ખળભળાટ શબ્દો થઈ રહ્યા હતા. જગ્યા છે કે ઘણી જ ભયાનક હતી, પરંતુ બંને જણાનું આયુષ્ય બળવાન હતું, અને તેઓની સાથે સત્ય અને શીલ એ બે જાગતી તરૂપે મહાન બળવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org