________________
શ્રી શ્રીપાલ કથા દુનિયામાં રાજા છે કે રંક હે, બધાં જ કર્મને જ તાબેદાર છે. કેઈ કેઈને સુખ કે દુઃખ દેતું નથી, એમ નિશ્ચયથી જાણવું. દરેક પ્રાણી માત્ર પોતે ઉપાર્જન કરેલાં કર્મને જ ભેગવે છે. કહ્યું છે કે : 'मा वहउ कोइ गव्वं, जं किर कज्जं मए कयं होइ । सुरवरकयंपि कज्ज, कम्मवसा होइ विवरीयं ॥
અર્થા–આ કાર્ય મેં જ કરેલું છે, એ કેઈએ પણ ગર્વ કરે ન જોઈએ, કારણ કે દેવતાઓએ કરેલું કાર્ય પણ કર્મના વિપરીતપણાને લીધે વિપરીત પણે પરિ. મે છે.”
તેથી હે પિતાજી! શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલા તત્ત્વને આપ ઉત્તમ જાણે, કે જે જાણવાથી કર્મના અને જીવના બેલ–સત્તા–વગેરે જાણી શકાય, અને બંધ તથા મોક્ષનું પણ જાણપણું થાય.
પછી પ્રજાપાલ રાજાએ મયણાસુંદરીની માતા રૂપસું દરીને મનાવી લીધી. આ આનંદનો પ્રસંગ ઉજવવા માટે આખું શહેર શણગારવાની રાજાજ્ઞા બહાર પાડવામાં આવી. પછી પ્રજાપાલ રાજાએ કહ્યું કેઃ “આ સિહરથ રાજાને પુત્ર મને જમાઈ તરીકે જે પ્રાપ્ત થયે, તે તે પત્થર માટે એકદમ હાથ પસારતાં, ઓચિંતાનું ચિંતામણિરત્ન હાથ ઊપર આવી ચડે તેવું થયું.”
રાજાએ પોતે જૈન ધર્મને સ્વીકાર કર્યો. ઘેરઘેર તરણે બંધાયાં, ચાર રસ્તાઓ ભેગા થાય ત્યાં, તથા ચેક વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org