________________
૮ શ્રીપાલનું પ્રયાણ
૧૪૨ [ સિદ્ધચક્ર આરાધતાં, પરે વાંછિત કડ; સિદ્ધચક્ર મુજ મન વશ્ય, વિનય કહે કર જોડ. ૧ શારદ સાર દયા કરી, દીજે વચન વિલાસ; ઉત્તર કથા શ્રીપાલની, કહેવા મન ઉલ્લાસ. ૨]
એક દિવસ રૂપવાન શ્રીપાલકુમાર ઘોડા, હાથી, રથ તથા સુભટેના પરિવાર સહિત ઉજજયિનીના બજારમાંથી પસાર થઈને રાજવાટિકામાં રમવા જવા માટે નીકળ્યા.
[ આ શ્રીપાલકુમારનું મુખ પૂર્ણિમાના ચંદ્ર સરખું હતું. તેનું કપાળ આઠમના ચંદ્ર જેવું, આંખે અમૃતનાં ભરેલાં કાળાં જેવી, લાલ પરવાળા જેવા ઓષ્ટ (હોઠ), દાડમની કળી જેવા દાંત, શંખના જેવી સુંદર ગરદન, નગરના દરવાજાના કમાડ જે વિશાળ હૃદયપ્રદેશ, કમાડની ભૂંગળ જેવા લાંબા હાથ, સિહની કમરના જેવી પાતળી કમર, બોલતાં જાણે ફૂલ ખરતાં હોય તેવા મનગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org