________________
૧oo
શ્રી શ્રીપાલ કથા
થાય તે હું કૃતાર્થ થાઉં; અને ખરેખર મારી વિદ્યા પણ સિદ્ધ થાય.”
પછી શ્રીપાલે કરેલી સહાયતાથી તે સાધક પુરુષને, માત્ર એક જ રાત્રિમાં તે વિદ્યા સિદ્ધ થઈ
પછી તે સાધકપુરુષે કુમારને, તેણે કરેલા ઉપકારના બદલામાં બે ઔષધિઓ આપીને કહ્યું કે “આ એક જલતરણી ઔષધિ છે, તેના પ્રતાપે ગમે તેવા ઉંડા પાણીમાં માણસ પડે તો પણ તે ડૂબતો નથી અને બીજી શસ્ત્રસંતાપહરણ છે, તેના પ્રતાપે કેઈપણ જાતના શસ્ત્રો અંગ પર લાગતાં જ નથી આ બંને ઔષધિને ત્રિધાતુના માદળીઆમાં મઢીને હાથે ધારણ કરવાની છે. ”
ત્યારપછી તે વિદ્યાસાધક પુરુષ અને કુમાર જેવા તે પર્વતની ખીણમાં જાય છે, તેવામાં ત્યાં રહેલા ધાતુવાદી પુરુષોએ તેને કહ્યું કેઃ “હે દેવ! તમેએ દેખાડેલી વિધિ મુજબ-ક૯૫ મુજબ-કરવા છતાં કોઈપણ કારણથી અમને રસસિદ્ધિ થતી નથી.’
પછી કુમારે કહ્યું કે “હે સાધકે ! હવે તમે મારી દષ્ટિ નીચે રસસિદ્ધિ કરો.” તે લોકોએ તે પ્રમાણે કર્યું, કે તરત જ તે રસસિદ્ધિ થઈ ગઈ
- પછી તે સાધકોએ તે રસસિદ્ધિથી સેનું બનાવીને કુમારને કહ્યું કે “હે કુમાર! અમેને જે આ રસસિદ્ધિ થઈ તે તમારા જ પ્રતાપે થઈ છે. માટે તમે આ સુવર્ણ ગ્રહણ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org