________________
૧૦૧
શ્રીપાલની વીરતા
પરંતુ તે નિસ્પૃહી શ્રીપાલે લીધું નહિ. તો પણ થોડુંક સેનું તે સાધકેએ કુમારના વસ્ત્રના છેડે બાંધી દીધું.
ત્યાંથી કુમાર ફરતો ફરતે અનુક્રમે ભરૂચ નગરમાં પહોંચ્યા. ત્યાં સોનું વેચીને વસ્ત્ર, આભૂષણ તથા હથિયાર ખરીદ્યાં. પછી પિલી બંને ઔષધિઓને ધાતુના માદળીઓમાં મઢાવીને પિતાના હાથે બાંધી લીધી. પછી તે નગરમાં દેવકુમારની પેઠે સ્વતંત્ર રીતે આનંદથી શ્રીપાલ ફરવા લાગ્યા.
તે વખતે જ કૌશાંબી નામની નગરીને એક ધવલ નામને વાણિ–વ્યાપારી હતું, કે જેની પાસે ઘણું જ ધન હોવાથી લોકોમાં તે કુબેર ભંડારીના નામે પ્રસિદ્ધ હતો. કરોડો સેનામહેરેથી ખરીદેલ છે અનેક જાતનાં કરિયાણા જેણે એ તે સાર્થવાહ બીજા ઘણા વ્યાપારીઓ સાથે ભરૂચ નગરે આવ્યો હતો. - ત્યાં તેણે ઘણો જ નફે મલવા છતાં પણ દ્રવ્યના લેભથી તેણે બીજા દ્વિીપમાં જવા માટે વહાણો તૈયાર કરાવ્યાં. વહાણેનું વર્ણન:
આ વહાણમાં એક મોટું જંગ જાતિનું વહાણ સેળ કુવાથંભ સહિત શેભતું હતું (જૂઓ ચિત્ર ૮૨). બીજા ચાર નાનાં જૂગ વહાણે ચાર ચાર કુવાર્થભેવાળા હતાં. એકસે વડસફરી વહાણો હતાં (જૂઓ ચિત્ર નં. ૮૩). એકસોને આઠ બેડા જાતિના વહાણ હતાં. ચોર્યાશી વહાણ દ્રોણ જાતિના હતાં. વેગડ જાતિના ચોસઠ વહાણે હતાં. સિલ જાતિના ચેપન અને આવર્ત નામના પચાસ વહાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org