________________
૨૬
શ્રી શ્રીપાલ કથા પિતાના આવાસમાં રહેલા ઉંબરાણાએ રાત્રિના તે મયણાસુંદરીને કહ્યું કે “હે ભદ્ર! તું સાંભળઃ રાજાએ આ કાર્ય અયુક્ત કર્યું છે, તે પણ હજુ કાંઈ બગડી ગયું નથી. માટે ઉંડે વિચાર કરીને સુખને રસ્તે શોધી કહાડ. મારા જેવા કેઢિયાની સબતથી તારી કંચન જેવી કાયા પણ બગડી જશે. હું પોતે જ તારા ભલાની ખાતર કહું છું કે હજુ પણ તારા લાયક વર શોધી કહાડ, અને તેની સાથે લગ્ન કરીને તારે મનુષ્ય અવતાર સફલ કર. કારણ કે, હું પણ આ કેઢિયાઓના સંસર્ગથી કઢવાળે થયે છું.”
ઉંબરરાણાના આવા શબ્દો સાંભળીને મયણાસુંદરીને હૃદયમાં ઘણે આઘાત થયો. તેણીની બંને આંખમાં આંસુ ઉભરાઈ આવ્યાં. બંને આંખમાંથી પડતાં આંસુઓથી કલું ષિત મુખવાળી એવી તે મયણા એકદમ પિતાના પતિના ચરણમાં મસ્તક રાખી બેલી કે: “હે સ્વામી ! આપે મને બીજી સર્વ આજ્ઞાએ ફરમાવવી, પરંતુ મારા હૃદયને આઘાત છે લાગે તેવું આ વચન ફરીથી બોલવું નહિ.”
“પહેલાં તે આ સ્ત્રી અવતાર જ કે અશુદ્ધ છે, અને તે વળી જ્યારે શીલ રહિત થાય ત્યારે તે, તે સડી ગએલી કાંજી સમાન લેખાય છે. સ્ત્રીઓનું શીલ જ ઉત્તમ આભૂષણ છે, સ્ત્રીઓનું સર્વસ્વ શીલ જ છે; સ્ત્રીઓને શીલ જીવિત સમાન છે, શીલ જેવું ઉત્તમ બીજું કાંઈ જ નથી. તેથી હે સ્વામી! મારા મૃત્યુ પર્યત આપ જ મને શરણરૂપ છે, બીજે કેઈપણ નથી. બીજું ગમે તે થાઓ, પરંતુ આ વાત તો આપે નિશ્ચયથી જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org