________________
શ્રી સિદ્ધચક યંત્રોદ્ધાર
૩૭ તમે પરમભક્તિથી આરાધના કરે. ક્ષમાવાન, દાંત તથા શાંત પુરુષ આ સિદ્ધચકજીની આરાધના કરી શકે છે. અને તેનાથી વિપરીત ગુણવાળે તેની આરાધના કરી શકતા નથી. માટે આની આરાધના કરવાની ઈચ્છાવાળા સાધુ અથવા શ્રાવકે એકાંત શાંતચિત્ત અને નિર્મલ શીલ પાળીને આરાધના કરવી જોઈએ. આની આરાધના કરવાવાળા જે દુષ્ટ ચિત્તવાળો થઈ જાય, તો તેને તે સિદ્ધ થતું નથી, પરંતુ નુકશાનકારક થાય છે.
વળી, શુદ્ધ ચિત્તવાળા એના આરાધકનું જે કંઈ ખોટું ચિંતવે છે, તેનું જ નુકશાન થાય છે. તેટલા જ માટે આ સિદ્ધચક્રની આરાધના આનંદિત મનથી અને શુદ્ધ શીલા સહિત, અને શાસ્ત્રમાં બતાવેલા વિધિપૂર્વક તપશ્ચર્યા સહિત કરવી (જૂઓ ચિત્ર ૭૬).
આ સુદિ આઠમથી (હાલ સાતમથીx) શરૂ કરીને, અષ્ટપ્રકારી પૂજા સહિત આઠ દિવસ સુધી આયંબિલ કરીને તેની આરાધના કરવી. નવમા દિવસે પંચામૃત (૧ દૂધ, ૨ દહીં, ૩ ઘી, ૪ સાકર અને ૫ મધ) થી સિદ્ધચકજીના યંત્રનું સ્નાત્ર કરીને પૂજન કરવું. આ નવમા દિવસે પણ આયંબિલ કરવું.
આ જ રીતે ચિત્ર માસમાં પણ આયંબિલની ઓળી કરવી. આ પ્રમાણે ફરી ફરીને નવ ઓળી–એટલે એક્યાસી આંબેલ–કરવાથી આ સિદ્ધચક્રજીની આરાધનાને તપ પૂરો
૪ અત્યારે આ સુદિ સાતમથી પૂર્ણિમા સુધી અને ચિત્ર સુદિ સાતમથી પૂર્ણિમા સુધી આયંબિલની ઓળી કરવાનો રીવાજ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org