________________
૭૪
શ્રી શ્રીપાલ કથા
મયણાસુંદરી સહિત સિદ્ધચકની આરાધના માટે તપશ્ચર્યા કરવાની શરૂઆત કરી. પહેલાં શરીર અને મનની શુદ્ધિ કરીને તથા જિનમંદિરમાં જિનેશ્વરદેવની પૂજા કરીને, વિધિપૂર્વક શ્રીસિદ્ધચકજીની અષ્ટપ્રકારી પૂજા કરવી શરૂ કરી. આવી રીતે વિધિપૂર્વક પૂજા કરીને તેઓ આયંબિલનું પચ્ચકખાણ કરતા હતા.
પહેલા જ દિવસે બંને જણા ભક્તિના આનંદથી રોમાંચિત શરીરવાળા થયા. બીજા દિવસે કુમારના રોગની વિશેષ રીતે શાંતિ થઈ. આવી રીતે દિવસે દિવસે રોગની શાંતિ થવાથી કુમારને ભક્તિભાવ એકદમ વૃદ્ધિ પામ્યો. નવમા દિવસે વિસ્તારપૂર્વક વિધિથી પૂજા કરીને, તે સિદ્ધચ-- કયંત્રનું પંચામૃતથી સ્નાત્ર કર્યું. તે સ્નાત્રમહોત્સવ કર્યા પછી કુમારે તે સ્નાત્રનું પાણે પિતાના આખા શરીર ઉપર લગાડયું. તે સ્નાત્રને પાણીથી કુમારનું શરીર દિવ્ય સ્વરૂપવાળું થઈ ગયું. કુમારનું આવું દિવ્ય સ્વરૂપ જોઈને સર્વ લેકે આશ્ચર્ય પામ્યા.
તે વખતે ગુરુ મહારાજે કહ્યું કેઃ “આમાં આશ્ચર્ય જેવું શું છે? આ સ્નાત્રના પાણીથી તે શુદ્ધ ભાવવાળા ભવ્યજનના ગ્રહ, ભૂત, શાકિની વગેરેના સર્વ દોષ નાશ. પામે છે. વળી, ક્ષય, કઢ, દુષ્ટ જવર, ભગંદર, વાયુ અને વિશચિકા વગેરે જે કઈ દુષ્ટ રેગો ઉત્પન્ન થએલા હોય, તે પણ શાંત થઈ જાય છે. તેમ જ જલ, અગ્નિ, સર્પ તથા જંગલી પશુઓથી ઉત્પન્ન થતા ભયે, ઝેરની વેદના, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે ઈતિઓ, બે પગવાળા–મનુષ્ય, ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org