________________
શ્રી શ્રીપાલ ફા
આ પ્રમાણે જૂદી જૂદી રીતની નિંદા સાંભળવા છતાં, પણ ધર્મના મને સારી રીતે જાણતી એવી તે મયણાસુંદરી; મનમાં જરાપણ સકાચ લાવ્યા વગર, આનંદિત મુખકમલ વાળી થઇને, ખરરાણાની સાથે જવા તૈયાર થઈ ગઈ.
૨૪
આ પ્રમાણે મનાવ બનતાં ખરરાણાએ વાસ્તવિક રીતે રાજી થવું જોઈએ, તેના બદલે તે ઉદાસ થયા. પરંતુ તેના પરિવારરૂપ સાતસા કેઢિયાએ તે રાજકુમારીને, પેાતાના રાણાની સાથે ઊભી રહેલી જોઈ ખૂબ આનતિ થઈ ગયા. પછી અત્યંત આનંદિત થએલા તથા ભક્તિવત એવા તે કાઢિયાઓએ પેાતાના રાણાના લગ્ન સંબંધી કાર્યો કર્યાં.
હવે રાજાએ સુરસુંદરીના લગ્ન માટે ઉપાધ્યાય-જ્યાતિષી–ને ખેલાવી ઉત્તમ લગ્ન પૂછ્યું. ત્યારે તેણે કહ્યું કેઃ ‘હું રાજન્ ! આજે પણ ઉત્તમ દિવસ અને શુભ લગ્ન છે; પરંતુ ઉત્તમાત્તમ લગ્ન તા જ્યારે મયણાએ ખરરાણાના હસ્ત ગ્રહણ કર્યાં ત્યારે ગયું,’
*
પછી રાજાએ કહ્યું કેઃ · ઠીક ઠીક ! તે લગ્નના પ્રભાવ તે મે' જાણ્યા. હું તે મારી આ પુત્રીનું હમણાં જ
લગ્ન કરીશ.’
રાજા તરફથી હુકમ થતાં જ મંત્રિએએ ક્ષણમાત્રમાં જ લગ્નની તૈયારીએ કરવા માંડી. તે આ રીતેઃ
ઠેકાણે ઠેકાણે તારણા સહિત પતાકા – ધજાઓ ઉડી રહી હતી. વાજિંત્રાના ગભીર અવાજ થઈ રહ્યા હતા. મનાહર નૃત્ય કરનારી નાયિકાઓના સમૂહ નાચ કરી રહ્યો
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International