________________
મયણાસુંદરીની કટી
૧૯ કરે છે, તેવામાં જ તે કેઢિયાઓને ગલિતાંગુલિ નામનો દૂત રાજા પાસે આવી કહેવા લાગ્યો કેઃ “હે સ્વામી! આ ઉંબરાણ નામને અમારો રાજા છે, અને તેને બધી જગાએ મેટાં દાન, માનપૂર્વક સત્કાર થાય છે. તેથી અમારે ધન, સેનું તથા વસ્ત્ર વગેરેની ખાસ જરૂર નથી, કારણ કે અમારા ઉંબરરાણાની મહેરબાનીથી અમે બધા સુખી છિએ. પરંતુ હે સ્વામી! અમારા મનમાં એક જ વસ્તુની ઈચ્છા બાકી રહી છે, તે એ કે જે અમારા રાજાને એક રાણી મલે તે અમને આનંદ થાય. તેથી હે નરેંદ્ર! અમારા પર મહેરઆની કરીને એક કન્યા આપે. તમારા બીજાં સુવર્ણ, વસ્ત્ર વગેરેના દાનની અમને જરૂર નથી !
આ પ્રમાણે સાંભળીને મંત્રિએ કહ્યું કે “અરે ! તમે લકોએ બહુ અયુક્ત માગણી કરી છે કારણ કે જાણી જોઈને કેઢિયાને પોતાની પુત્રી કોણ પરણાવે ?”
પછી તે ગલિતાંગુલિ બે કેઃ “અમેએ તે આ રાજાની કીર્તિ એવી સાંભળી છે કે, માલવાને પ્રજાપાલ રાજા કેઈની પણ પ્રાર્થનાનો ભંગ કરતો નથી તેમની આવી નિર્મલ કીર્તિ ભલે તમે હારી જાઓ. અથવા તે હલકા કુલમાં પણ ઉત્પન થએલી એવી કઈક કન્યા પણ અમારા રાજાને આપો.”
આ સાંભળીને રાજાએ કહ્યું કેઃ “હે દૂત! હું તમને એક કન્યા આપીશ. કારણ કે આટલા જ કારણ માટે પિતાની કીર્તિ કેણ ગુમાવે? પછી ક્રોધરૂપી દાવાનલથી બળી ગએલ છે નિર્મલ વિવેક જેને, એ તે રાજા મનમાં વિચારે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org