________________
આપકમી અને બાપકમીને સંવાદ
૧૫ આ સાંભળીને મયણાસુંદરી બોલી કેઃ “આ સર્વ લોકોને પણ ધિક્કાર છે, કે જે માત્ર થોડા જ ધનની ઈચ્છાથી આપ જૂઠું બોલે છે તે જાણવા છતાં પણ મીઠું મીઠું બેલે છે. વળી, હે પિતાજી! જે આપણી જ મહેરબાનીથી આપણું સઘળા સેવકે સુખી થાય છે, તે આપણું સરખી રીતે સેવા કરનારાઓમાં કેટલાક દુઃખી કેમ દેખાય છે?
“વળી, હે પિતાજી! જેવી આપણી ઈચ્છા હોય તે મારો પતિ આપ પસંદ કરે; જે મારાં પુણ્ય જાગૃત હશે તે, આપે પસંદ કરેલ નિર્ગુણી પતિ પણ ગુણ થશે.
“વળી, હે પિતાજી! જે હું પુણ્યરહિત હઈશ તે, આપે પસંદ કરેલ સુંદર અને ગુણવાન પતિ પણ મારા કર્મના દોષને લીધે નિર્ગુણી થશે.”
મયણાસુંદરીના આ પ્રમાણેના અગ્નિમાં ઘી હેમવા જેવા શબ્દ સાંભળીને, પ્રજાપાલ રાજા ક્રોધથી રાતો પીળે થઈ કહેવા લાગે કેઃ “હે પુત્રી! તું મને ઘણી વહાલી હતી, પરંતુ તે તારા દુર્વિનીત પણાથી સભાજનેમાં મારી લઘુતા કરી, માટે તે ખરેખર! મારી વૈરિણી છે.”
આવી રીતે ક્રોધથી ભયંકર ભ્રકુટીવાળા તથા ભયાનક મુખવાળા એવા પ્રજાપાલ રાજાને જોઈને, ડાહો એ મંત્રિ બોલ્યો કે : “હે સ્વામી! રવાડીએ જવાને સમય થયો છે.” [ રવાડીનું વર્ણન:
જે વખતે પ્રજાપાલ રાજા રવાડી જવાને તૈયાર શ, તે વખતે તેની સાથે મદોન્મત એવા હાથીઓની–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org