________________
શ્રી શ્રીપાલ કથા શ્રેણિ-સમૂહ, હજારોની સંખ્યામાં ઘોડેસવારો અને પંચાનન સિંહ જેવા સુભ-સિપાઈઓ-હતા. વળી શસ્ત્રાસ્ત્રોના ઠાઠ સહિત, કેઈપણ ઠેકાણે પાછી પાની ન કરે તેવા, કેઈનાથી પણ ભાગી ન જાય તેવા, કેઈને ડરાવ્યા ન ડરી જાય તેવા, હઠીલા રજપૂતે કે જેઓ માટી મૂછોવાળા અને લડાઈમાં ચમત જેવા યુદ્ધમાં શત્રુપક્ષના સૈન્યનો કચ્ચરઘાણ કરી નાખે તેવા હતા.
વળી તે રઢિયાળા-સુંદર રજપૂતએ કેસરીયા વાઘા પહેરેલા હતા. વળી, સાજ સજેલા-પાખરેલા-ઘોડાઓ, જ્યારે છલ ભરીને અદ્ધર ઉછરતા હતા, ત્યારે તેઓના ઊપર પચરંગી વાવટા હાથમાં લઈ બેઠેલા સવારે સહિત એવા જણાતા હતા કે જાણે આકાશરૂપી ચોકમાં ચીતર્યા હોય નહિ? તે ભાસ થતો હતો. વળી સવારીના મોખરે સુંદર શરણાઈઓ વાગી રહી હતી, અને ઘર-ગંભીર અવાજ સાથે નગારાં વાગીને આકાશને શબ્દમય કરી રહ્યાં હતાં. આ પ્રમાણે આડંબર પૂર્વક લશ્કર સહિત જ્યારે રાજા ગામ બહાર નીકળ્યા, ત્યારે સવારના હાથમાંની બરછીઓના ચળકતા ભાલાઓ ઊપર પડતાં સૂર્યના કિરણો જાણે બીજા સૂર્ય જ ન હોય તે ખ્યાલ ઉત્પન્ન કરતા હતા ].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org